શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૫૮. જલને જાણે…: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૮. જલને જાણે…|}} <poem> જલને જાણે ફૂલ ફૂટિયાં, જલને આવ્યાં પાન,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩૧)}} | {{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩૧)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૫૭. – તો આવ્યાં કને | |||
|next = ૫૯. સાદ ના પાડો | |||
}} |
Latest revision as of 08:45, 15 July 2022
૫૮. જલને જાણે…
જલને જાણે ફૂલ ફૂટિયાં,
જલને આવ્યાં પાન,
જલને આવ્યું જોબન,
એનો ઊઘડ્યો અઢળક વાન. –
જલ ચાલ્યું ત્યાં રેલો ફૂટ્યો,
જલ નાચ્યું ત્યાં ઝરણું,
ભયું સરોવર, જલ જ્યાં મીંચી
આંખ માણતું સમણું. –
જલ તો મીઠા તડકે નાહ્યું,
કમલસેજમાં પોઢ્યું,
કોક મોરને ટહુકે જાગ્યું,
હસતું દડબડ દોડ્યું! –
ટપ ટપ ટીપાં ટપકે,
જલની આંખો સાથે ઝબકે,
કરતલમાં જ્યાં ઝીલો,
મોતી મનમાં સીધાં સરકે. –
ભીતર બેઠા રાજહંસને પરશે જ્યાં એ મોતી;
રાજહંસ મોતીમાં છૂપ્યું માનસ ર્હેતા ગોતી.
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩૧)