શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/તાલી દો!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તાલી દો!|}} <poem> દુનિયા જાગી, લોકો જાગ્યા; સૂરજદાદા! તાલી દો! ર...")
 
No edit summary
 
Line 24: Line 24:
<center>*</center>
<center>*</center>
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = દીવા! દીવા!! દીવા!!!
|next = XXIX. બાળકાવ્યો – હું તો ચાલું મારી જેમ! (2001)
}}

Latest revision as of 12:03, 15 July 2022

તાલી દો!



દુનિયા જાગી, લોકો જાગ્યા;
સૂરજદાદા! તાલી દો!
રાસે રમવા ધરતી જાગી,
ચંદરમામા! તાલી દો!
ગગન મહીં ઘન-શ્યામ પધાર્યા,
નદી-સરોવર! તાલી દો!
ઘાસ ઘાસમાં લીલપ લ્હેરી,
ગાવલડી મા! તાલી દો!
ફૂલ ફૂલમાં ફોરમ ફૂટી,
લ્હેરખડી સૌ! તાલી દો!
ડાળે ડાળે ટહુકા ઊઠ્યા,
ઊડનાર સૌ! તાલી દો!
સાંજ પડી તો રમવા નીકળ્યાં,
સૌને તાલી તાલી દો!
તમે મજામાં, અમે મજામાં;
તાલી લો ને તાલી દો!

*