શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/સમજણ તે આપણા બેની: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દોડે – કૂદે – ઊડે|}} <poem> તારી તે હોડી ને મારાં હલેસાં છે, દરિય...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|દોડે – કૂદે – ઊડે|}}
{{Heading|સમજણ તે આપણા બેની|}}





Revision as of 15:23, 12 July 2022

સમજણ તે આપણા બેની



તારી તે હોડી ને મારાં હલેસાં છે,
દરિયો તે આપણા બેનો;
તારી તે ગાડી ને મારા છે ઘોડલા,
રસ્તો તે આપણા બેનો.

તારા બળદ અને મારાં હળલાકડાં,
ખેતર તે આપણા બેનું;
તારો તે ચાંદલો ને મારો સૂરજ છે,
આખું નભ આપણા બેનું.

તારું છે ફૂલ ને મારું પતંગિયું,
મધુરપ તે આપણા બેની;
તારી તે વાટ અને મારું છે તેલ મહીં,
જ્યોતિ તે આપણા બેની.

*