શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/ઓ ખિસકોલી! ખિસકોલી!!: Difference between revisions
Jump to navigation
Jump to search
*
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઓ ખિસકોલી! ખિસકોલી!!|}} <poem> ઓ ખિસકોલી! ખિસકોલી!! તું ચટકમટક લટ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
<center>*</center> | <center>*</center> | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = સમજણ તે આપણા બેની | |||
|next = જો — | |||
}} |
Latest revision as of 12:06, 15 July 2022
ઓ ખિસકોલી! ખિસકોલી!!
ઓ ખિસકોલી! ખિસકોલી!!
તું ચટકમટક લટકાળી!
તું રમત કરે રઢિયાળી!
સૌને જોતાં ગમી જાય તું, સૌને લાગે વ્હાલી!
ઓ ખિસકોલી! ખિસકોલી!!
તું મીઠા માણે મેવા,
તું સૌની પામે સેવા,
છોટામોટા સૌયે ખેલે તારી સાથે કેવા!
ઓ ખિસકોલી! ખિસકોલી!!
તું દ્હાડો આખો ફરતી,
તું ગેલ ઘણીયે કરતી,
સૌને કેવી મજા કરાવે ડાળ ડાળ પર સરતી!
ઓ ખિસકોલી! ખિસકોલી!!
તું ચટાપટાળી ચમકે,
તું રેશમ સરખી સરકે,
હેત રામજીનું તારે ડીલ કેવું કોમળ થરકે!
ઓ ખિસકોલી! ખિસકોલી!!