અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/મ્હારે જાવું પેલે પાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> હો! મ્હારે જાવું પેલે પાર; {{space}}હવે માછીડા! હોડી હંકારઃ {{space}}{{space}}મ્હ...")
 
No edit summary
Line 20: Line 20:
હવે માછીડા! હોડી હંકાર,
હવે માછીડા! હોડી હંકાર,
{{space}}મ્હારે જાવું પેલે પાર...
{{space}}મ્હારે જાવું પેલે પાર...
(જહાંગીર-નૂરજહાન)
{{Right|(જહાંગીર-નૂરજહાન)}}
</poem>
</poem>

Revision as of 16:39, 21 June 2021

હો! મ્હારે જાવું પેલે પાર;
         હવે માછીડા! હોડી હંકારઃ
                  મ્હારે જાવું પેલે પાર.

જમણે કાંઠે મથુરાનગરી,
         ડાબે ગોકુળ ગામ;
આ આરે મ્હારી દેહ ઊભી છે,
         ત્ય્હાં છે આતમરામઃ
                  મ્હારે જાવું પેલે પાર.

આભનો સાગર જળજળ ભરિયો,
         મહીં સૂરજ ને સોમ;
આ આરે છે ધરતીની ભેખડ,
         ત્ય્હાં છે ચોતન-ભોમઃ
                  મ્હારે જાવું પેલે પાર.

હલકી હેલે આયુષ્ય ઊછળે
         જગના વાય સમીર;
આ આરે મ્હારી આશાની કુંજો,
         ત્ય્હાં છે પ્રેમમંદિરઃ
                  મ્હારે જાવું પેલે પાર.

હવે માછીડા! હોડી હંકાર,
         મ્હારે જાવું પેલે પાર...
(જહાંગીર-નૂરજહાન)