કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૨. ભીનાં પારેવડાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૨. ભીનાં પારેવડાં|}} <poem> કોઈ મેડીની છાજલી નીચે કે આંખો ઉઘાડ...")
 
No edit summary
 
Line 9: Line 9:
કે બેઠી પારેવાંની જોડ –
કે બેઠી પારેવાંની જોડ –
હાં રે સખી, બેઠી પારેવાંની જોડ.
હાં રે સખી, બેઠી પારેવાંની જોડ.
લીધો વિસામો મેહુલે ને
લીધો વિસામો મેહુલે ને
ધરતીના પૂર્યા કોડ –
ધરતીના પૂર્યા કોડ –
Line 14: Line 15:
મેઘધનુષનો મોડ –
મેઘધનુષનો મોડ –
હાં રે સખી, બેઠી પારેવાંની જોડ.
હાં રે સખી, બેઠી પારેવાંની જોડ.
ટપકે છે નેવાં ટપકટપક કંઈ
ટપકે છે નેવાં ટપકટપક કંઈ
ટાઢાં ને તરબોળ –
ટાઢાં ને તરબોળ –

Latest revision as of 09:43, 19 July 2022

૧૨. ભીનાં પારેવડાં


કોઈ મેડીની છાજલી નીચે
કે આંખો ઉઘાડે ને મીંચે
કે બેઠી પારેવાંની જોડ –
હાં રે સખી, બેઠી પારેવાંની જોડ.

લીધો વિસામો મેહુલે ને
ધરતીના પૂર્યા કોડ –
સાંજને માથે સોહામણો કંઈ
મેઘધનુષનો મોડ –
હાં રે સખી, બેઠી પારેવાંની જોડ.

ટપકે છે નેવાં ટપકટપક કંઈ
ટાઢાં ને તરબોળ –
ધબકે પારેવાં ધીમુંધીમું ને
નયણાં તે રાતાંચોળ –
હાં રે સખી, બેઠી પારેવાંની જોડ.
(સિંજારવ, પૃ. ૧૦૭)