અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/મહીડાં: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) No edit summary |
HardikSoni (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
નાની-શી ગોરસીમાં અમૃત ઠારિયાં, | નાની-શી ગોરસીમાં અમૃત ઠારિયાં, | ||
{{space}}હળવે ઉઘાડી નાથ! ચાખો રે લોલ : | {{space}}હળવે ઉઘાડી નાથ! ચાખો રે લોલ : | ||
{{space}}{{space}}હલકે હાથે તે નાથ! | {{space}}{{space}}હલકે હાથે તે નાથ!<br> | ||
{{Right|(ન્હાના ન્હાના રાસ, ભા. ૨, પૃ. ૪૪)}} | {{Right|(ન્હાના ન્હાના રાસ, ભા. ૨, પૃ. ૪૪)}} | ||
</poem> | </poem> |
Revision as of 17:57, 21 June 2021
હલકે હાથે તે નાથ! મહીડાં વલોવજો,
મહીડાંની રીત ન્હોય આવી રે લોલ.
ગોળી નન્દાશે, નાથ! ચોળી છંટાશે, નાથ!
મોતીડાંની માળા તૂટશે રે લોલ;
ગોળી નન્દાશે ને ગોરસ વહી જાશે,
ગોરીનાં ચીર પણ ભીંજાશે રે લોલ :
હલકે હાથે તે નાથ!
નાની-શી ગોરસીમાં જમનાજી ઊછળે
એવી ન નાથ! દોરી રાખો રે લોલ;
નાની-શી ગોરસીમાં અમૃત ઠારિયાં,
હળવે ઉઘાડી નાથ! ચાખો રે લોલ :
હલકે હાથે તે નાથ!
(ન્હાના ન્હાના રાસ, ભા. ૨, પૃ. ૪૪)