અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/પરમ ધન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 18: Line 18:
ઊગે તપે કે આથમતાંયે,
ઊગે તપે કે આથમતાંયે,
{{space}}એ ધન છે અવિનાશ :
{{space}}એ ધન છે અવિનાશ :
{{space}}{{space}}પરમ ધન પ્રભુનાં લેજો લોક!
{{space}}{{space}}પરમ ધન પ્રભુનાં લેજો લોક!<br>
{{Right|(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૨૫)}}
{{Right|(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૨૫)}}
</poem>
</poem>

Revision as of 17:59, 21 June 2021

પરમ ધન પ્રભુનાં લેજો, લોક!
રૂપું ધન, ધન સોનું,
         હો અબધૂત! હીરા મોતી ઝવેર,
         હો અધબૂત! હીરા મોતી ઝવેર;

સત્તા ધન, ધન જોબન ચળ સહુ;
         અચળ બ્રહ્મની લહેર;
         પરમ ધન પ્રભુનાં લેજો, લોક!

નહીં સૂરજ, નહીં ચન્દ્ર,
         હો અબૂધત! નહીં વીજળીચમકાર,
         હો અબધૂત! નહીં વીજળીચમકાર,
અગમનિગમનીયે પાર, અપાર એ
         બ્રહ્મ તણા ભંડાર;
         પરમ ધન પ્રભુનાં લેજો લોક!
દૂર થકી પણ દૂર;
         હો અબધૂત! પ્રાણ થકી પણ પાસ,
         હો અબધૂત! પ્રાણ થકી પણ પાસ;
ઊગે તપે કે આથમતાંયે,
         એ ધન છે અવિનાશ :
                  પરમ ધન પ્રભુનાં લેજો લોક!

(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૨૫)