અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામનારાયણ વિ. પાઠક 'શેષ'/આતમરામને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> {{Center|'''(ભજનના ઢાળે)'''}} {{space}}હજીયે ન જાગે મારો આતમરામ! {{space}}{{space}}મારો આતમ...")
 
No edit summary
Line 22: Line 22:
{{space}}મારો ફેરો આ નકામ!
{{space}}મારો ફેરો આ નકામ!
{{space}}જાગોજી જાગોજી મારા આતમરામ!
{{space}}જાગોજી જાગોજી મારા આતમરામ!
{{space}}{{space}}વ્હાલા આતમરામ!
{{space}}{{space}}વ્હાલા આતમરામ!<br>
{{Right|(શેષનાં કાવ્યો, ચોથી આ., પુનર્મુદ્રણ, ૧૯૯૮, પૃ. ૧૦૬)}}
{{Right|(શેષનાં કાવ્યો, ચોથી આ., પુનર્મુદ્રણ, ૧૯૯૮, પૃ. ૧૦૬)}}
</poem>
</poem>

Revision as of 18:03, 21 June 2021

(ભજનના ઢાળે)


         હજીયે ન જાગે મારો આતમરામ!
                  મારો આતમરામ!

સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર,
સમજું ન ભરતી કે આ તે આવે છે તૂફાન!
આ તે આવે છે તૂફાન!
         હજીયે ન જાગે મારો આતમરામ!
                  મારો આતમરામ!

સઢ સંધા ફડફડે, દોર ધિંગા કડકડે;
હાજર સૌ ટંડેલ એક આ સૂનાં છે સુકાન
         મારાં સૂનાં છે સુકાન!
         હજીયે ન જાગે મારો આતમરામ!
                  મારો આતમરામ!

વહાણ રાખું નાંગરેલું, વેપાર શી રીતે ખેડું?
સવાયા થાશે કે જાશે મૂળગાય દામ!
         મારા મૂળગાય દામ!
         હજીયે ન જાગે મારો આતમરામ!
                  મારો આતમરામ!

હવે તો થાય છે મોડું વીનવું હું પાયે પડું,
મારો તો થાવા બેઠો છે ફેરો આ નકામ!
         મારો ફેરો આ નકામ!
         જાગોજી જાગોજી મારા આતમરામ!
                  વ્હાલા આતમરામ!

(શેષનાં કાવ્યો, ચોથી આ., પુનર્મુદ્રણ, ૧૯૯૮, પૃ. ૧૦૬)