અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નરસિંહરાવ દિવેટિયા/સ્મરણસંહિતા - સંપૂર્ણ કરુણપ્રશસ્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
<poem>
<poem>
{{Center|'''ખંડ ૧લો'''
{{Center|'''ખંડ ૧લો'''
'''(૧)'''}}
'''(૧)'''
'''(ખંડ હરિગીત)'''}}
'''(ખંડ હરિગીત)'''}}
ઊછળી ઉલ્લાસથી
ઊછળી ઉલ્લાસથી

Revision as of 17:40, 21 June 2021

ખંડ ૧લો
(૧)
(ખંડ હરિગીત)


ઊછળી ઉલ્લાસથી
સિન્ધુ-ઉર પર રાજતા
હસે ઉજ્જ્વલ હાસથી
અણગણ તરંગો આજ આ; ૧

હાસ કાલે જે હતું,
હાસ તે આજે લસે;
સિત તરંગો! બન્ધુ મુજ!
કરજો ક્ષમા, ઉર ના હસે. ૨

ના હસે ઉર માહરું,
આજ હું લાચાર છું;
ના રૂવે ઉર માહરું,
ધારું અકથ કો ભાર હું. ૩

તમ સમા ઉલ્લાસથી
નાચતો જીવન-ઉરે
અન્ય સિન્ધુતરંગ હા!
આજે ન જીવનમાં સ્ફુરે! ૪

જાગતાં આથાર કો
દાબતો મુજ ઉરને;
અણદીઠો પાષાણ કો
રોકે નયનના પૂરને. ૫

વાણી વદવી ના ગમે,
મૂક ભાર વહું ઉરે;
તદપિ વાણીરૂપમાં,
એ ભાર ઉર હલકો કરે. ૬