ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘અલૌકિકનાયિકાલક્ષણગ્રંથ’: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘અલૌકિકનાયિકાલક્ષણગ્રંથ’''' :</span> ધવલ-ધનાશ્ર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = અલ અસગર બેગ_પીર | ||
|next = | |next = ‘અવસ્થાનિરૂપણ’ | ||
}} | }} |
Latest revision as of 05:33, 1 August 2022
‘અલૌકિકનાયિકાલક્ષણગ્રંથ’ : ધવલ-ધનાશ્રી રાગમાં ૫૦૦ ઉપરાંત કડીઓમાં શૃંગારરસના આલંબનરૂપ નાયિકાભેદનું વિવરણ રજૂ કરતી દયારામકૃત પ્રસ્તુત કૃતિ(મુ.) હિન્દી રીતિધારાના લક્ષણગ્રંથોની પરંપરાની યાદ અપાવે છે. પુષ્ટિસંપ્રદાયને અભીષ્ટ મુખ્ય સ્વામિની રાધીકાને અનુલક્ષીને રચાયેલી આ કૃતિમા રસિક ભક્તોને શ્રીવલ્લભા રાધિકાનું સ્વરૂપ પ્રત્યક્ષ થાય તેવા ઉદ્દેશથી શૃંગારરસના અંગરૂપ શ્રીવલ્લભાનાં મુખ્યમુખ્ય ચિહ્નોનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્મ, જાતિ ને અવસ્થાનુસાર નાયિકાભેદ, હાવભાવ, દર્શનભેદ, નાયક-નાયિકાનાં દૂતત્વ, મિલાપસ્થાનો, સ્નેહની ૪ અવસ્થા અને નવરસનામકથન કૃતિની વિષયસૂચિ રૂપે તારવી શકાય. [સુ.દ.]