અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/ફૂલડાંકટોરી: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ફૂલડાંકટોરી| ન્હાનાલાલ દ. કવિ}} | |||
<poem> | <poem> | ||
ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે બ્હેન! | ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે બ્હેન! |
Revision as of 10:36, 9 July 2021
ફૂલડાંકટોરી
ન્હાનાલાલ દ. કવિ
ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે બ્હેન!
ફૂલડાંકટોરી ગૂંથી લાવ.
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!
અંજલિમાં ચાર-ચાર ચાળણી, રે બ્હેન!
અંજલિએ છૂંદણાંના ડાઘ :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!
ઝીલું નહીં તો ઝરી જતું, રે બ્હેન!
ઝીલું તો ઝરે દશ ધાર :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!
ફૂલડાંમાં દેવની હથેળીઓ, રે બ્હેન!
દેવની કટોરી ગૂંથી લાવ :
જગમાલણીરે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!
(ન્હાના ન્હાના રાસ, ભા. ૧, પૃ. ૫૪)