અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/પરમ ધન: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|પરમ ધન|ન્હાનાલાલ દ. કવિ}} | |||
<poem> | <poem> | ||
પરમ ધન પ્રભુનાં લેજો, લોક! | પરમ ધન પ્રભુનાં લેજો, લોક! |
Revision as of 10:43, 9 July 2021
પરમ ધન
ન્હાનાલાલ દ. કવિ
પરમ ધન પ્રભુનાં લેજો, લોક!
રૂપું ધન, ધન સોનું,
હો અબધૂત! હીરા મોતી ઝવેર,
હો અધબૂત! હીરા મોતી ઝવેર;
સત્તા ધન, ધન જોબન ચળ સહુ;
અચળ બ્રહ્મની લહેર;
પરમ ધન પ્રભુનાં લેજો, લોક!
નહીં સૂરજ, નહીં ચન્દ્ર,
હો અબૂધત! નહીં વીજળીચમકાર,
હો અબધૂત! નહીં વીજળીચમકાર,
અગમનિગમનીયે પાર, અપાર એ
બ્રહ્મ તણા ભંડાર;
પરમ ધન પ્રભુનાં લેજો લોક!
દૂર થકી પણ દૂર;
હો અબધૂત! પ્રાણ થકી પણ પાસ,
હો અબધૂત! પ્રાણ થકી પણ પાસ;
ઊગે તપે કે આથમતાંયે,
એ ધન છે અવિનાશ :
પરમ ધન પ્રભુનાં લેજો લોક!
(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૨૫)