સરસ્વતીચંદ્ર ભાગ ૩/મનહરપુરીમાં મણિરાજ અને વિદ્યાચતુરનું કુટુંબ.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 179: Line 179:

સઉથી આગળ મણિરાજની બંધુક લેઈ એક સીપાઈ ચાલતો હતો, અને મણિરાજની બે પાસ તથા પાછળ જુદા જુદા વયના રાજપુત્રો પોતપોતાનાં શસ્ત્રાસ્ત્ર લેઈ ધીમે ધીમે પરસ્પર વાતો કરતા ચાલતા હતા. સર્વને માથે ન્હાના પણ રંગીન ફેંટા કસીને બાંધી દીધેલા હતા. પગે પાયજામા પહેર્યા હતા તેને છેક નીચે અકેક બોરીયાથી વ્યવસ્થિત રાખ્યા હતા. શરીરે ચૈત્ર માસને યોગ્ય મલમલનાં પ્‍હેરણ હતાં. કેડે લાંબા ઉપરણાં વીંટી બાંધી દીધા હતા, અને તેના ઉપર કમરબંધમાં શસ્ત્રોના શિખરભાગ, વૃક્ષની શાખાઓ ઉપર પક્ષિઓની ચાંચો અને કંઠ દેખાય તેમ, દેખાતા હતા. સર્વનાં શરીર પ્રચંડ બાંધાનાં, કોઈનાં શ્યામ અને કોઈનાં ઘઉવર્ણાં હતાં. કપાળ મ્‍હોટાં કે ન્હાનાં પણ શુરત્વની મુદ્રાથી મુદ્રાંકિત હતાં, કોઈની આંખ લાલ તો કોઈની વાઘના જેવી તીવ્ર હતી. નાસિકાઓ જોઈ ચંદ્રકાંતને રોમન લોકનાં ચિત્ર સાંભર્યા. કોઈનો નીચલો ઓઠ જાડો હતો, તો કોઈને પોતાનો એ ઓઠ દાંત

૧કંદોરાને ઠેકાણે પ્હેરવાની સાંકળી.
​વચ્ચે રાખવાની ટેવ હતી. વાઘના આગલા પગ પેઠે સર્વના પ્રબલ હાથ

કાંઈક ગૂઢ ઉત્ક્રમના આતુર લાગતા હતા. હિમાલયની પેલી પારના – ચીન અને કાસ્પિયન સમુદ્ર વચ્ચેના-ઉગ્ર પ્રદેશમાંથી પ્રાચીન કાળમાં આ દેશ ઉપર ઉતરી પડેલા શકલોકોનું આર્ય ક્ષત્રિયોમાં મિશ્રણ થવાથી રાજપુત્રોની કેટલીક શાખાઓ બંધાઈ છે એ ઐતિહાસિક કલ્પના આ વીરમંડળના દેખાવથી ચંદ્રકાંતના મનમાં ખડી થઈ. આજ આપણે જીતાયલા દેશીયો છીયે અને ઇંગ્રેજો જીતનાર પરદેશી છે, તો થોડાક વર્ષશતક ઉપર મુસલમાનો જીતનાર પરદેશી હતા; તેમાં પણ મોઘલના પ્‍હેલાં બીજી જાતો હતી. મુસલમાન નામ ચૌદસો પંદરસો વર્ષથી પડ્યું છે, પણ તેમના પ્‍હેલાં પણ ગ્રીક અને શકલોક આ દેશ ઉપર ચ્‍હડી આવ્યા હતા ત્યારે તેઓ જીતનાર પરદેશી હતા. અત્યંત પ્રાચીન કાળમાં આર્ય ઋષિઓ અને રાજાઓ પણ અત્યંત ઉત્તરમાંથી સિન્ધુ ઓળંગી આ દેશમાં આવ્યા હતા ત્યારે આ દેશના દશ્યુ આદિ કાળા લોકને જીતનાર એ ગોરાઓ હતા. આજ કાળા ગોરાનો, દેશી પરદેશીનો, જીતાયલા અને જીતનારનો, ભેદ છે તે પરાપૂર્વથી ચાલતો આવ્યો છે; પણ એ ભેદ માનનાર વર્ગ, ચોપટનાં સોકઠાં પેઠે, ઘડી ઘડી ઘર બદલે છે અને એક વર્ગનાં સોકઠાં બીજામાં જાય છે. પરદેશી ગોરા ઋષિઓ અને રાજાઓ, જુના શકાદિ યવનો, મુસલમાનો, અને પારસીઓ જુના ભીલોના આ દેશના દેશીયો થઈ ગયા છે અને હાલ પરદેશી ગણાતા ઇંગ્રેજો પણ દેશી થઈ જશે. કાળ દેશપરદેશીના ભેદ આમ ભુલાવે છે; અને એ ભેદ ભસ્મસાત થતાં સર્વ ભસ્મમાં જ વિભૂતિ હોય એમ એકદેશીય રંગનું જ ભાન ધરી, આગળ નવો દેશી મુસલમાન સીપાઈ પાછળ જુના દેશી રજપુતો, અને તેની પાછળ અત્યંત પ્રાચીન દેશી ભીલો – એમનું મંડળ, સઉથી જુદા પડતા પણ સઉની રાજભક્તિના અને પ્રિયતાના સુપાત્ર મણિરાજની આશપાસ અને એના ચિત્તમાં એક થઈ જતું, ચાલતું હતું.

18,450

edits