અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સ્નેહરશ્મિ'/ભગ્ન સ્વપ્નની નાવ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મારી નાવ કરે કો પાર? કાળાં ભમ્મર જેવાં પાણી, {{space}}જુગ જુગ સંચિત રે!...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ભગ્ન સ્વપ્નની નાવ |સ્નેહરશ્મિ}}
<poem>
<poem>
મારી નાવ કરે કો પાર?
મારી નાવ કરે કો પાર?

Revision as of 04:56, 10 July 2021


ભગ્ન સ્વપ્નની નાવ

સ્નેહરશ્મિ

મારી નાવ કરે કો પાર?

કાળાં ભમ્મર જેવાં પાણી,
         જુગ જુગ સંચિત રે! અંધાર;
સૂર્યચંદ્ર નહિ, નહિ નભજ્યોતિ,
         રાતદિવસ નહિ સાંજસવાર!
         મારી નાવ કરે કો પાર?

ભાવિના નહિ પ્રેરક વાયુ,
         ભૂત તણો દાબે ઓથાર;
અધડૂબી દીવાદાંડી પર
         ખાતી આશા મોતપછાડ!
         મારી નાવ કરે કો પાર?

નથી હીરા, નથી માણેક, મોતી,
         કનક તણો નથી એમાં ભાર;
ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા
         તારી કોણ ઉતારે પાર?
         મારી નાવ કરે કો પાર?

(સકલ કવિતા, પૃ. ૧૦)