કિન્નરી ૧૯૫૦: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 78: | Line 78: | ||
{{સ-મ|૧૯૪૭}}
| {{સ-મ|૧૯૪૭}}

</poem> | |||
== હે બુલબુલ == | |||
<poem> | |||
::::હે બુલબુલ! | |||
ડાળે ડાળે ઝુલાવજે ના તારા ગીતની ઝૂલ! | |||
::: પાનખરે પાવક પ્રજળે | |||
:::: ને વન વન લાગે ઝાળ, | |||
::: કુંજ કુંજ શી કજળે | |||
:::: ને શી રાખ ઊડે સૌ ડાળ! | |||
સૂરની મંદા ધરતીની આ ધૂળમાં થાશે ડૂલ! | |||
::: ભીતર કોલાહલ કોરે | |||
:::: ને બંધ બ્હારના કાન, | |||
::: માટીમાં જે મન મોરે | |||
:::: તે કરશે અમૃત પાન? | |||
સ્વર્ગમયી સૂરધારાનાં તે પાર્થિવને શું મૂલ? | |||
::: ઊડી જા તું મલયવિહારે | |||
:::: વસંતને વનદેશ! | |||
::: પલ પલ તારો પંથ નિહાળે | |||
::: વ્યાકુલ વિહ્વલ વેશ, | |||
તારું ચિરચુંબન ચાહે, જ્યાં ફાગણનું કો ફૂલ! | |||
હે બુલબુલ! | |||
{{સ-મ|૧૯૪૭}}

</poem> | |||
== ગાઈ લે તારું ગાણું == | |||
<poem> | |||
ગાઈ લે તારું ગાણું! | |||
શૂન્ય વિજન પથે તારી પૂરવીનો સૂર માણું! | |||
::: આજ ધરાના પ્રાણ અધીરા, | |||
:::: આભ આખું આતુર, | |||
::: ઝીલવા તારી સૂરમદિરા | |||
:::: ઝૂરતું મારું ઉર, | |||
નીરવતામાં સમસમીને ટટળે સાંજનું ટાણું! | |||
::: આજ પછીથી આજની વેળા | |||
:::: મળવી નથી સ્હેલ, | |||
::: ક્ષણ તો ભલે ક્ષણના મેળા, | |||
:::: વેણ ન પાછું ઠેલ! | |||
આજની ઘડી, સ્મરણે જડી, જુગના જુગો | |||
{{સ-મ|૧૯૪૮}}

</poem> | |||
== તને જોઈ વાર વાર == | |||
<poem> | |||
તને જોઈ વાર વાર, | |||
દૂર કોઈ સપનની પાર! | |||
કોણ છો તું? અણજાણ, ક્યહીં વસે? | |||
::: એ તો નહીં જાણું! | |||
સુણી રહું સ્વપનમાં તું જે હસે, | |||
::: એટલું હું જાણું; | |||
::: તવ ઘૂંઘટ ન તાણું | |||
પછી તારે ઉરદ્વાર, | |||
ક્યાંથી છેડું સૂર, છેડું તાર? | |||
હુંયે તવ સ્વપનમાં કદી, ક્યારે, | |||
::::: કોઈ દિન આવું; | |||
આજનું આ અણગાયું ગીત ત્યારે | |||
::::: નિજ સંગ લાવું, | |||
::::: ત્યારે મનભરી ગાવું! | |||
ત્યારે આંખડીઓ ચાર, | |||
હશે તોયે એક અણસાર! | |||
{{સ-મ|૧૯૪૯}}

</poem> | |||
== સાંજને સૂરે == | |||
<poem> | |||
સાંજને સૂરે, | |||
અજાણ કોઈના મધુર ઉરે, | |||
:::: શાને પડે સાદ? | |||
ધરતીની મમતાને છાંડી, | |||
દૂરને સોણે નજરું માંડી, | |||
તોય અદીઠી | |||
કાજળકાળી આંખની મીઠી | |||
:::: શાને નડે યાદ? | |||
કાલને વ્હાણે સોનલ વેળા, | |||
આજ તો મેઘલી રાતના મેળા; | |||
તોય આકાશે, | |||
મલકી રૂપાવરણે હાસે, | |||
:::: શાને ચડે ચાંદ? | |||
મન કો મૂંગી વેદના ખોલે, | |||
સોણલે મારી દુનિયા ડોલે; | |||
દૂર અદૂરે, | |||
અજાણ કોઈના મધુર ઉરે, | |||
:::: શાને પડે સાદ? | |||
{{સ-મ|૧૯૪૩}}

</poem> | </poem> |
Revision as of 07:37, 5 August 2022
સોણલું
મારી પાંપણને પલકારે
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
મારા અંતરને અણસારે
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
ઝીણી ઝબૂકતી વીજલ શી પાંખે,
આઘેરા આભલાના વાદળ શી ઝાંખે,
નીંદરમાં પોઢેલી અધખૂલી આંખે,
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
પાંપણને પરદેથી આછેરું પલકે,
મનનું કો માનવી રે મધમીઠું મલકે,
મટકું મારું ત્યાં આભ અંધારાં છલકે!
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
સપનોના સોબતી, તું ર્હેજે મનમ્હેલમાં!
અંતર, તું આંખોમાં આવીને ખેલ માં!
ઓ સોણલા, તું વેદનાને પાછી તે ઠેલ માં!
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
મારા અંતરને અણસારે
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
મારી પાંપણને પલકારે
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
ગૂંથી ગૂંથી
ગૂંથી ગૂંથી ગીતફૂલની માલા,
કંઠ ધરે છે કોણ અરે સૂરબાલા?
મંદ એણે સૂર ગૂંથ્યો મંદાર,
પારિજાતક જેવો જાણે ગૂંથ્યો રે ગંધાર;
ઊગતી જાણે હોય ન ઉષા મેરુની ઓ પાર
એમ ઝરે છે બોલ રે કાલા કાલા!
સ્વર્ધુનીનો લય લઈ, લૈ તાલ,
સૂરસુગંધની લહરીઓમાં બાંધ્યો એણે કાલ;
વસવું જાણે વૈકુંઠને હો વ્રજની રે અંતરાલ
એમ ધરે છે ગીત રે વ્હાલાં વ્હાલાં!
રે ઓ બુલબુલ-મન
રે ઓ બુલબુલ-મન!
મધુર તારા સૂરની સુધા વહી જાને વન વન!
ફાગણનાં સૌ ફૂલ ઝૂરે
ને કલિઓને શો શોષ!
ઉદાસ તારા અલસ ઉરે
આવડો તોયે રોષ?
ઝૂરતું નિખિલ નીરવતામાં, ઝૂરતું કોઈ જન!
‘બધિર જગ, ન અધીર ગાને,
સ્વરગે મારાં મૂલ!’
મનમાં તું જો એમ માને
તો એટલી તારી ભૂલ!
અંતે તો આ ધરતીને છે ધરવું સકલ ધન!
રે ઓ બુલબુલ-મન!
હે બુલબુલ
હે બુલબુલ!
ડાળે ડાળે ઝુલાવજે ના તારા ગીતની ઝૂલ!
પાનખરે પાવક પ્રજળે
ને વન વન લાગે ઝાળ,
કુંજ કુંજ શી કજળે
ને શી રાખ ઊડે સૌ ડાળ!
સૂરની મંદા ધરતીની આ ધૂળમાં થાશે ડૂલ!
ભીતર કોલાહલ કોરે
ને બંધ બ્હારના કાન,
માટીમાં જે મન મોરે
તે કરશે અમૃત પાન?
સ્વર્ગમયી સૂરધારાનાં તે પાર્થિવને શું મૂલ?
ઊડી જા તું મલયવિહારે
વસંતને વનદેશ!
પલ પલ તારો પંથ નિહાળે
વ્યાકુલ વિહ્વલ વેશ,
તારું ચિરચુંબન ચાહે, જ્યાં ફાગણનું કો ફૂલ!
હે બુલબુલ!
ગાઈ લે તારું ગાણું
ગાઈ લે તારું ગાણું!
શૂન્ય વિજન પથે તારી પૂરવીનો સૂર માણું!
આજ ધરાના પ્રાણ અધીરા,
આભ આખું આતુર,
ઝીલવા તારી સૂરમદિરા
ઝૂરતું મારું ઉર,
નીરવતામાં સમસમીને ટટળે સાંજનું ટાણું!
આજ પછીથી આજની વેળા
મળવી નથી સ્હેલ,
ક્ષણ તો ભલે ક્ષણના મેળા,
વેણ ન પાછું ઠેલ!
આજની ઘડી, સ્મરણે જડી, જુગના જુગો
તને જોઈ વાર વાર
તને જોઈ વાર વાર,
દૂર કોઈ સપનની પાર!
કોણ છો તું? અણજાણ, ક્યહીં વસે?
એ તો નહીં જાણું!
સુણી રહું સ્વપનમાં તું જે હસે,
એટલું હું જાણું;
તવ ઘૂંઘટ ન તાણું
પછી તારે ઉરદ્વાર,
ક્યાંથી છેડું સૂર, છેડું તાર?
હુંયે તવ સ્વપનમાં કદી, ક્યારે,
કોઈ દિન આવું;
આજનું આ અણગાયું ગીત ત્યારે
નિજ સંગ લાવું,
ત્યારે મનભરી ગાવું!
ત્યારે આંખડીઓ ચાર,
હશે તોયે એક અણસાર!
સાંજને સૂરે
સાંજને સૂરે,
અજાણ કોઈના મધુર ઉરે,
શાને પડે સાદ?
ધરતીની મમતાને છાંડી,
દૂરને સોણે નજરું માંડી,
તોય અદીઠી
કાજળકાળી આંખની મીઠી
શાને નડે યાદ?
કાલને વ્હાણે સોનલ વેળા,
આજ તો મેઘલી રાતના મેળા;
તોય આકાશે,
મલકી રૂપાવરણે હાસે,
શાને ચડે ચાંદ?
મન કો મૂંગી વેદના ખોલે,
સોણલે મારી દુનિયા ડોલે;
દૂર અદૂરે,
અજાણ કોઈના મધુર ઉરે,
શાને પડે સાદ?