ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગણપતરામ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગણપતરામ-૨'''</span> [ ]: જ્ઞાતિએ બ્રા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગણપતરામ-૧ | ||
|next = | |next = ગણપતિ | ||
}} | }} |
Latest revision as of 09:46, 8 August 2022
ગણપતરામ-૨ [ ]: જ્ઞાતિએ બ્રાહ્મણ. સિસોદરા(જિ. ભરૂચ)ના વતની. એમનાં ગુરુસ્મરણનાં ૧૪ પદો (મુ.) તથા કેટલીક વાર જ્ઞાનની બારમાસી તરીકે ઓળખાવાયેલા ૧૪ કડીના ‘દ્વાદશ-મહિના’ (મુ.)માં બ્રહ્મજ્ઞાન કરાવનાર ગુરુનો મહિમા ભાવભક્તિપૂર્વક વર્ણવાયો છે. કવિનાં પદોમાં થોડીક હિન્દી ભાષાની છાંટ આવે છે અને ૯ પદો હોરીનાં છે. આથી, કેટલાક સંદર્ભોમાં આ કવિને નામે નોંધાયેલ વેદાન્તમાં પદો અને હોરીઓ ઉપર્યુક્ત પદો જ હોવાની સંભાવના છે. કૃતિ : બૃકાદોહન:૮. સંદર્ભ : ૧. ગુજૂહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [ર.સો.]