અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુંદરજી બેટાઈ/નીંદરા ડ્હોળાણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> પાછલી રાતુંની મારી નીંદરા ડ્હોળાણી, ને આગલી રાતુંના ઉજાગરા ઓ જી...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|નીંદરા ડ્હોળાણી |સુંદરજી બેટાઈ}}
<poem>
<poem>
પાછલી રાતુંની મારી નીંદરા ડ્હોળાણી, ને
પાછલી રાતુંની મારી નીંદરા ડ્હોળાણી, ને

Revision as of 05:03, 10 July 2021


નીંદરા ડ્હોળાણી

સુંદરજી બેટાઈ

પાછલી રાતુંની મારી નીંદરા ડ્હોળાણી, ને
આગલી રાતુંના ઉજાગરા ઓ જી રે!

ધરતી ધાવણધારા,
ધરતી ધાવણધારા ઊંડી રે શોષાણી, ને
આગઅંગાર ઊઠે આભમાં ઓ જી રે!

લ્હેકી લચુંબી મારી,
લ્હેકી લચુંબી મારી વાડીયું વેડાણી, ને
આંગણે ઝીંકાઈ રહ્યાં ઝાંખરાં ઓ જી રે!

કેસરે મ્હેકન્ત ક્યારી,
કેસરે મ્હેકન્ત ક્યારી ઉરની ઉજાડી, ને
આંખે અંધારાં ઘોર આંજિયાં ઓ જી રે!

પાછલી રાતુંની મારી નીંદરા ડ્હોળાણી, ને
આગલી રાતુંના ઉજાગરા ઓ જી રે!

(તુલસીદલ, ૧૯૮૯, પૃ. ૩)