અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુંદરજી બેટાઈ/બંદર છો દૂર છે! (અલ્લા બેલી, અલ્લા બેલી): Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> અલ્લા બેલી, અલ્લા બેલી, {{space}}જાવું જરૂર છે, {{space}}બંદર છો દૂર છે! બેલ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|બંદર છો દૂર છે! (અલ્લા બેલી, અલ્લા બેલી)|સુંદરજી બેટાઈ}} | |||
<poem> | <poem> | ||
અલ્લા બેલી, અલ્લા બેલી, | અલ્લા બેલી, અલ્લા બેલી, |
Revision as of 05:04, 10 July 2021
બંદર છો દૂર છે! (અલ્લા બેલી, અલ્લા બેલી)
સુંદરજી બેટાઈ
અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે!
બેલી તારો, બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે!
ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે,
છો ને એ દૂર છે!
આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા;
મધદરિયો મસ્તીમાં છો ને ચકચૂર છે;
બંદર છો દૂર છે!
આંખોના દીવા બુઝાવે આ રાતડી,
ધડકે ને થડકે જે છોટેરી છાતડી;
તારી છાતીમાં જુદેરું કો શૂર છે,
છો ને એ દૂર છે!
અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે;
બંદર છો દૂર છે!
બેલી તારો, બેલી તારો,
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!
(વિશેષાંજલિ, ૧૯૫૨, ૧૬૯-૧૭૦)