ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણવિજય વાચક-૨: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણવિજય(વાચક)-૨'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગુણવિજય_ગણિ-૧ | ||
|next = | |next = ગુણવિજય-૩ | ||
}} | }} |
Latest revision as of 12:28, 8 August 2022
ગુણવિજય(વાચક)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં કમલવિજયના શિષ્ય વિદ્યાવિજયના શિષ્ય. દુહા-દેશીબદ્ધ ૨૧૩ કડીમાં વિજયસિંહસૂરિને આચાર્યપદ મળ્યું ત્યાં સુધીનું વૃત્તાંત, સર્વ આનુષંગિક ઐતિહાસિક માહિતી ગૂંથી લઈને, માંડીને વર્ણવતા એમનો ‘વિજયસિંહસૂરિવિજયપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૬૨૭/સં. ૧૬૮૩, આસો સુદ ૧૦; મુ.) તથા ૫૪ કડીનો ‘વિજયસેનસૂરિનિર્વાણ-રાસ/વિજયસેનસૂરિ-સઝાય’ એમાંની માહિતીને કારણે નોંધપાત્ર બને છે. આ કવિએ, આ ઉપરાંત, ૯૫ કડીની ‘નેમિજિન/નેમીશ્વર-ફાગુ’ (ર.ઈ.૧૬૨૫/સં. ૧૬૮૧, વસંત માસ-; મુ.), ૮૪ કડીની ‘(બંભણવાડમંડન)મહાવીરફાગ-સ્તવન’, ‘શીલ-બત્રીસી’ (મુ.), ‘સાતસોવીસ-જિનનામ/તીર્થંકર-સ્તવન’ (ર.ઈ.૧૬૧૨/સં. ૧૬૬૮, ચૈત્ર -, રવિવાર) તથા ૧૩ કડીની ‘સામાયિક-સઝાય’ એ કૃતિઓ રચેલી છે. તેમણે સંસ્કૃતમાં હેમવિજયકૃત અપૂર્ણ ‘વિજયપ્રશસ્તિ’માં છેલ્લા ૫ સર્ગો ઉમેરી સમગ્ર પર ‘વિજયદીપિકા-ટીકા’ (ર.ઈ.૧૬૩૨) તથા ‘કલ્પકલ્પલતાટીકા’ રચેલ છે. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ(+સં.); ૨. ઐસમાલા:૧; ૩. જિસ્તકાસંદોહ:૧; ૪. જૈઐકાસંચય(+સં.); ૫. સ્વાધ્યાય, નવે. ૧૯૮૦ - ‘કવિ ગુણવિજયકૃત નેમીશ્વર ફાગુ’, સં. કનુભાઈ વ્ર. શેઠ (+સં.). સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ, ૨. જૈગૂકવિઓ:૧,૩(૧); ૩. લીંહસૂચી. [ક.શે.]