૩૩ કાવ્યો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 334: Line 334:

{{સ-મ|૮–૩–૧૯૫૭}}

{{સ-મ|૮–૩–૧૯૫૭}}

</poem>
== મેદાનમાં ==
<poem>
અહીં આ જ મેદાનમાં કાલ સાંજે
(કહે છે કે જે ન આવ્યા તે અક્કરમી!)
માનવોની મેદની શી ગજાવી,
તે હવામાં છે હજુ એની ગરમી;
ને તાલીઓ શી બજાવી,
તે પડઘા તો હજુ ગાજે!
અહીં એ જ મેદાનમાં આજ હવે
(કાલ સાંજે દરમાં જે ભાગી ગઈ)
અસંખ્ય આ કીડીઓ
(કે જેના ઉદ્યમને કવિજન ઉમંગથી સ્તવે!)
દરમાંથી બ્હાર બધે ઊભરાતી,
કોણ જાણે કેમ પણ ખૂબ રાતી,
ચૂપચાપ જાણે કૈં ન બન્યું એમ કામે કેવી લાગી ગઈ!
{{સ-મ|૧૯૫૭}}

</poem>
== બે કૌંસ વચ્ચે ==
<poem>
જન્મ મૃત્યુ કૌંસ બે,
વચ્ચે વહે આ જિંદગી;
જે વ્યાકરણથી-પૂર્ણ-ના તે વાક્ય જેવી,
લય ન જેને, કે ન જેને ચિહ્ન કોઈ વિરામનું,
ના અલ્પ કે ના પૂર્ણ, ના આશ્ચર્ય કે પ્રશ્નાર્થનું;
ને એકલાનો અર્થ પણ ના!
કિન્તુ જે સંપૂર્ણ આખું વાક્ય
– જેમાં અંતરાલે એ વસે
એ વાક્યના તો અર્થમાં વૃદ્ધિ કરે,
ક્યારેક તો એ વાક્યના સંવાદમાં, સૌંદર્યમાં શુદ્ધિ કરે!
{{સ-મ|૨૨–૩–૧૯૫૭}}

</poem>
== બે પાય ધરવા જેટલી ==
<poem>
બે પાય ધરવા જેટલી
:::: મારે જગા બસ જોઈએ,
એથી વધારે તો હજી
::: ક્યારેય તે રોકી નથીને કોઈએ!
જ્યાં જ્યાં ફરું,
ટટ્ટાર હું જેની પરે ઊભો રહ્યો – બે પાય
તે જ્યાં જ્યાં ધરું
ને હેઠ પૃથ્વી જેટલી કંઈ માય
તે મારી!
અને બાકી રહી જે સૃષ્ટિ સારી
તે હશે કોની મને પરવા નથી.
ને એકસાથે બે જગા પર
:::: પાય તો ધરવા નથી.
{{સ-મ|૨૯–૩–૧૯૫૭}}

</poem>
== આ વસંત ==
<poem>
આ સૂરજ વરસે સોનું, સૌ કોઈ ઝીલો,
ના પૂછશો એ છે કોનું, હો કોઈ ઝીલો!
આ ચન્દ્રી અમૃત છલકે, સૌ કોઈ પી લ્યો!
એ તો માસે માસે મલકે, હો કોઈ પી લ્યો!
આ વસંત લાવે વાયુ, હો કોઈ ખીલો!
નહીં લાવે આખું આયુ, સૌ કોઈ ખીલો!
{{સ-મ|૫–૪–૧૯૫૭}}

</poem>
== આ નગરની ભીંત પર ==
<poem>
જ્યાં જુઓ ત્યાં આ નગરની ભીંત પર
લીટા લપેડા શા સજાવ્યા છે!
(હશે તો કેટલા સૌ માનવીનાં ચિત્ત પર?)
મૃત્યુંજયી કો મંત્રના આ જાપ
:::: અહીં જાણે ગજાવ્યા છે!
ભલે આ સૂર્ય સળગે ગ્રીષ્મનો,
:::: તે એક પણ લ્હોશે નહીં;
ઝંખું તને જલધાર, વર્ષા,
::::   તુંય શું ધોશે નહીં?
{{સ-મ|૮–૪–૧૯૫૭}}

</poem>
</poem>
18,450

edits