પુનશ્ચ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 82: | Line 82: | ||
સ્ત્રી : તમારું લાંબું નાક મને બહુ ગમે છે. | સ્ત્રી : તમારું લાંબું નાક મને બહુ ગમે છે. | ||
પુરુષ : બસ એટલું જ ? | પુરુષ : બસ એટલું જ ? | ||
સ્ત્રી : તમારી ભૂરી બે આંખો મને બહુ જ ગમે છે. | |||
પુરુષ : બસ એટલું જ ? | |||
સ્ત્રી : તમારો હસતો ચહેરો મને ગમે છે. | |||
{{સ-મ|૨૦૦૪}} <br> | |||
</poem> | |||
== નામ == | |||
<poem> | |||
સ્ત્રી : તમારું નામ મને ગમે છે. | |||
પુરુષ : બસ એટલું જ ? | |||
સ્ત્રી : એનો અવાજ મને ગમે છે. | |||
પુરુષ : બસ એટલું જ ? | |||
સ્ત્રી : એનો આકાર મને બહુ ગમે છે. | |||
પુરુષ : બસ એટલું જ ? | પુરુષ : બસ એટલું જ ? | ||
સ્ત્રી : | સ્ત્રી : એનો અર્થ મને બહુ જ ગમે છે. | ||
પુરુષ : બસ એટલું જ ? | |||
સ્ત્રી : તમારું નામ મને ગમે છે. | |||
{{સ-મ|૨૦૦૪}} <br> | {{સ-મ|૨૦૦૪}} <br> | ||
</poem> | |||
== જોડે જોડે == | |||
<poem> | |||
સ્ત્રી : આટલો સમય ક્હો, તમે ક્યાં હતા ? | |||
મને મળ્યા કેમ મોડે મોડે ? | |||
પુરુષ : હતો તમારા મનમાં, પણ છતા | |||
થવું હતું મારે થોડે થોડે; | |||
આટલો સમય તમે તો દેહને | |||
જોયો દર્પણમાં કોડે કોડે, | |||
આજે જોયું મનને, જોયો સ્નેહને; | |||
હવે આપણે બે જોડે જોડે. | |||
{{સ-મ|૨૦૦૫}} <br> | |||
</poem> | </poem> |
Revision as of 05:27, 9 August 2022
ઉમાશંકરની સ્મૃતિમાં
ઓગણીસો અઠ્ઠાવનથી ઓગણીસો અઠ્યાસી લગીનાં વર્ષોમાં
વારંવાર તમે મને વાત્સલ્યભાવે પૂછ્યું હતું, ‘કૈં લખાયું છે ?’
ત્યારે મેં અપરાધભાવે માત્ર એટલું જ કહ્યું હતું, ‘ના.’
એકવાર તો તમે મને રોષ – વધુ તો દુ:ખ – સાથે કહ્યું હતું,
‘ભલે, તો આપણાથી ઓછા લાપરવા લોકો લખશે.’
આજે તમે નથી, હવે ક્યાંથી કહું ? –
‘જુઓ, લખાયું છે. લ્યો, આ રહ્યું.’
મનમાં
સ્ત્રી : તમારા મનમાં શું આ હતું ?
પુરુષ : તો તમારા મનમાં શું હતું ?
સ્ત્રી : હવે નહિ કહું.
(એ સ્ત્રીની આંખમાં આંસુ હતું.)
સ્ત્રી : તમે સમજુ છો,
પણ તમે મારા મનમાં શું હતું એ સમજ્યા નહિ.
પુરુષ : તમે પણ સમજુ છો,
તમે પણ મારા મનમાં શું હતું એ સમજ્યા નહિ.
(એ બેની આંખમાં સ્મિત હતું.)
રસ્તો
સ્ત્રી : હવે તમે અંદર આવવાનો રસ્તો જાણો છો.
પુરુષ : અંદર આવવાનો રસ્તો હું જાણું તે પહેલાં
મારે બહાર જવાનો રસ્તો જાણવો જોઈએ.
સ્ત્રી : એમ કેમ ?
પુરુષ : જ્યાં માયાવી ટાપુ હોય,
ટાપુ પર સર્સી હોય,
એના હાથમાં જાદુઈ પુષ્પો હોય,
એના મહેલમાં માનવપશુ-પક્ષીઓ હોય,
ત્યાં હું યુલીસિસ.
હવે ન પૂછશો ‘એમ કેમ ?’
હવે તમે તો એમના એમ.
આશ્ચર્ય
સ્ત્રી : આશ્ચર્ય થાય છે આપણે અહીં શા માટે આવ્યાં છીએ.
પુરુષ : આશ્ચર્ય થાય એટલા માટે.
સ્ત્રી : શું આશ્ચર્ય ?
પુરુષ : તમે ને હું,
તમે દક્ષિણ ને હું ઉત્તર,
તમે ગૌર ને હું શ્યામ,
તમે કોમળ ને હું કઠોર,
તમે ક્યહીં ને હું ક્યહીં,
છતાંય આ ક્ષણે આપણે બે અહીં.
આ આશ્ચર્ય.
સ્ત્રી : એ આશ્ચર્ય વિશે પણ આશ્ચર્ય થાય છે તે શા માટે ?
પુરુષ : એટલા માટે કે...
ના, એનો ઉત્તર નથી
છે માત્ર આશ્ચર્ય.
ચહેરો
સ્ત્રી : તમારો હસતો ચહેરો મને ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : તમારું પહોળું કપાળ મને ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : તમારું લાંબું નાક મને બહુ ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : તમારી ભૂરી બે આંખો મને બહુ જ ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : તમારો હસતો ચહેરો મને ગમે છે.
નામ
સ્ત્રી : તમારું નામ મને ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : એનો અવાજ મને ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : એનો આકાર મને બહુ ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : એનો અર્થ મને બહુ જ ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : તમારું નામ મને ગમે છે.
જોડે જોડે
સ્ત્રી : આટલો સમય ક્હો, તમે ક્યાં હતા ?
મને મળ્યા કેમ મોડે મોડે ?
પુરુષ : હતો તમારા મનમાં, પણ છતા
થવું હતું મારે થોડે થોડે;
આટલો સમય તમે તો દેહને
જોયો દર્પણમાં કોડે કોડે,
આજે જોયું મનને, જોયો સ્નેહને;
હવે આપણે બે જોડે જોડે.