ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયનિધાન-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયનિધાન-૧'''</span>: [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદ...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જયનિધાન
|next =  
|next = જયપ્રભ
}}
}}

Latest revision as of 06:36, 13 August 2022


જયનિધાન-૧: [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈનસાધુ. જિનમાણિક્યસૂરિ-જિનચંદ્રસૂરિની પરંપરામાં રાજચંદ્રગણિના શિષ્ય. કવનકાળ ઈ.૧૫૭૮(?)થી ઈ.૧૬૨૩. ‘યશોધરચરિત્રચોપાઈ-રાસ’ (ર.ઈ.૧૫૮૭), ૩૨૦ કડીની ‘ધર્મદત્તચોપાઈ/ધર્મદત્તધનપતિ-રાસ’ (ર.ઈ.૧૬૦૨), ‘સુરપ્રિયચરિત-રાસ’ (ર.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, આસો વદ ૩, શુક્રવાર), ૧૫૯ કડીની ‘કુર્માપુત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૬/સં. ૧૬૭૨, પોષ સુદ ૯), ૧૦૫ કડીની ‘કામલક્ષ્મીવેદવિચક્ષણમાતૃપિતૃ-કથા’ (ર.ઈ.૧૬૨૩), ૬૩ કડીની ‘અઢારનાતરાં-સઝાય’ (ર.ઈ.૧૫૮૦), ‘ચોવીસજિન અંતર-સ્તવન’ (ર.ઈ.૧૫૭૮?), ‘સમેતશિખર-સ્તવન’ (ર.ઈ.૧૫૯૪) તથા ૧૦ કડીની ‘સાધુકીર્તિસ્વર્ગગમન-ગીત’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.). સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ: ૧,૩(૧,૨). [ર.ર.દ.]