અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/ફાગણ ફૂલ: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા, {{sp...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ફાગણ ફૂલ|સુન્દરમ્}} | |||
<poem> | <poem> | ||
મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા, | મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા, |
Revision as of 05:34, 10 July 2021
સુન્દરમ્
મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ કો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મંન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વંન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવંન લોલ,
મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
(મુદિતા, ૧૯૯૧, પૃ. ૬૨)