અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘ગની' દહીંવાળા/દિવસ પડયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો, જાગો અતૃપ્ત જીવ, કે ટપકી દિવ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|દિવસ પડયો|‘ગની' દહીંવાળા}}
<poem>
<poem>
સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો,
સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો,

Revision as of 05:41, 10 July 2021


દિવસ પડયો

‘ગની' દહીંવાળા

સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો,
જાગો અતૃપ્ત જીવ, કે ટપકી દિવસ પડ્યો.

પકડાઈ ચાલ્યાં પાનથી ઝાકળનાં પંખીઓ;
કિરણોના પારધીને ફરીથી ચડસ પડ્યો.

વાવ્યા વિના લણાયો રણે ઝાંઝવાંનો પાક;
બોલ્યા વિના બપોરનો પડઘો સરસ પડ્યો.

માટીને મ્હેકવાની ગતાગમ નથી હજી;
વરસાદ આંગણા મહીં વરસોવરસ પડ્યો.

અંધાર આવું આવું કરે બારી બા’રથી;
પીળો પ્રકાશ ખંડમાં હાંફે ફરસ - પડ્યો.

સૂરજના મનના મેલ નિશાએ છતા થયા;
ઓજસનો ધોધ કાખમાં લઈને તમસ પડ્યો.

કાંઠાનો સાદ સાંભળ્યો તળિયે અમે ‘ગની’,
‘કોઈ અભાગી જીવ લઈને તરસ પડ્યો.’