અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ગાણું અધૂરું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ગાણું અધૂરું મેલ્ય મા, {{space}}’લ્યા વાલમા, {{space}}ગાણું અધૂરું મેલ મા....")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ગાણું અધૂરું|ઉમાશંકર જોશી}}
<poem>
<poem>
ગાણું અધૂરું મેલ્ય મા,
ગાણું અધૂરું મેલ્ય મા,

Revision as of 06:54, 10 July 2021


ગાણું અધૂરું

ઉમાશંકર જોશી

ગાણું અધૂરું મેલ્ય મા,
         ’લ્યા વાલમા,
         ગાણું અધૂરું મેલ મા.

હૈયે આયેલું પાછું ઠેલ મા,
         ’લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ મા. ગાણું અધૂરુંo

હૈયા સંગાથે ભૂંડા ખેલ મા,
         ’લ્યા વાલમા,
ભોળા સંગાથે ભૂંડું ખેલ મા. ગાણું અધૂરુંo

ઓરાં બોલાવી ધકેલ મા,
         ’લ્યા વાલમા,
છાતીથી છેટાં ધકેલ મા. ગાણું અધૂરુંo

છાતીથી છેટાં મેલ મા,
         ’લ્યા વાલમા,
         હૈયા સંગાથે ભૂંડા ખેલ મા.

અરધે અધૂરું મેલ મા
         ’લ્યા વાલમા,
         હોઠે આયેલું પાછું ઠેલ મા.
                  ગાણું અધૂરું મેલ મા.

મુંબઈ, સપ્ટેમ્બર ૧૯૩૬