ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવવિજય વાચક-૧: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાવવિજય(વાચક)-૧'''</span> [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં મુનિવિમલના શિષ્ય. ૫૫ કડીના ‘શત્રુંજય-સ્તોત્ર’ (ર.ઈ.૧૬૧૭), ૯ ઢાળની ‘ચાર ધ્યાનના સ્વ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભાવવિજ્ય | ||
|next = | |next = ભાવિવિજ્ય-૨ | ||
}} | }} |
Latest revision as of 11:16, 5 September 2022
ભાવવિજય(વાચક)-૧ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં મુનિવિમલના શિષ્ય. ૫૫ કડીના ‘શત્રુંજય-સ્તોત્ર’ (ર.ઈ.૧૬૧૭), ૯ ઢાળની ‘ચાર ધ્યાનના સ્વરૂપની સઝાય’ (ર.ઈ.૧૬૪૦/સં.૧૬૯૬, ચૈત્ર વદ ૧૦, રવિવાર; મુ.), ‘૨૪ જિન-ગીત’ (ર.ઈ.૧૬૫૩), વિજયદેવ-વિજયપ્રભની પરંપરા નોંધતો, અડયલ, સારસી, હાટડી, ત્રિભંગી, નારાચ આદિ છંદોમાં રચાયેલો ૪૫/૫૧ કડીનો ‘અંતરીક્ષ પાર્શ્વનાથ-છંદ’ (ર.ઈ.૧૬૫૯; મુ.), ‘શ્રાવકવિધિ-રાસ/શુકરાજ-રાસ’ (ર.ઈ.૧૬૭૯/સં.૧૭૩૫, આસો વદ ૩૦), ‘અષ્ટાપદ-સ્તવન’, ‘ચોવીસી’(મુ.), ૧૧ કડીનું ‘નેમનાથ-સ્તવન’(મુ.), ૧૦૦ ગ્રંથાગ્રનું ‘પાર્શ્વજિન-સ્તવન’, ૩૭ કડીનું ‘બંભણવાડા મહાવીર સ્તોત્ર’, હિન્દીની અસરવાળું ૬ કડીનું ‘વસંતનું ગીત’(મુ.), ૪૨ કડીની ‘વિજ્યાનંદસૂરીશ્વર નિર્વાણ-સઝાય’, ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’, ‘શાંતિજિન-સ્તવન’, ‘સ્તવનાવલી’, ૧૨ કડીનું ‘હીરસૂરિ-ગીત’, હિંદીગુજરાતી મિશ્રમાં ૧૧ કડીની ‘હીરવિજ્યસૂરિ-સઝાય’(મુ.)-એ કૃતિઓના કર્તા. તેમની પાસેથી સંસ્કૃતમાં તત્કાલીન સમયની સ્થિતિ દાખવતો ‘ષટત્રિંશજ્જલ્પવિચાર’ (ર.ઈ.૧૬૨૩), ‘ઉત્તરાધ્યયનસૂત્ર-વૃત્ત’ (ર.ઈ.૧૬૩૩) અને ‘ચંપકમાલા-કથા/ચરિત’ (ર.ઈ.૧૬૫૨) કૃતિઓ મળે છે. તેમણે જયવિજયકૃત ‘કલ્પસૂત્ર-દીપિકા’ (ર.ઈ.૧૬૨૧), વિનયવિજ્યકૃત ‘કલ્પસૂત્રસુબોધિકા’ (ર.ઈ.૧૬૫૨) કૃતિઓ મળે છે. તેમણે જયવિજ્યકૃત ‘કલ્પસૂત્ર-દીપિકા’ (ર.ઈ.૧૬૨૧), વિનયવિજ્યકૃત ‘કલ્પસૂત્રસુબોધિકા’(ર.ઈ.૧૬૪૦) અને ‘લોકપ્રકાશ’ (ર.ઈ.૧૬૫૨) સંશોધેલાં. વિજ્યદેવસૂરિશિષ્ય તરીકે નોંધાયેલા ૩૦ કડીના ‘નેમિજિન (રાગમાળા)-સ્તવન’ના કર્તા પણ આ જ ભાવવિજ્ય હોવાની શક્યતા છે. કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨ પ્રવિસ્તસંગ્રહ; ૩. પ્રાછંદસંગ્રહ; ૪. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘નેમિ-સ્તવન’, સં. મો. દ. દેશાઈ; ૫. એજન, ફાગણ-ચૈત્ર ૧૯૮૩-‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન’, સં. મોહનલાલ દ. દેશાઈ; ૬. જૈન સત્યપ્રકાશ, ઑગસ્ટ ૧૯૪૪-‘પ્રાચીન ગુજરાતી કાવ્યો’, સં. સારાભાઈ મ. નવાબ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૧; ૩. પ્રાછંદસંગ્રહ; ૪. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘નેમિ-સ્તવન’, સં. મો. દ. દેશાઈ; ૫. એજન, ફાગણ-ચૈત્ર ૧૯૮૩-‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન’, સં મોહનલાલ દ. દેશાઈ; ૬. જૈન સત્યપ્રકાશ, ઑગસ્ટ ૧૯૪૪-‘પ્રાચીન ગુજરાતી કાવ્યો’, સં. સારાભાઈ મ. નવાબ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૧; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો; ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૮. મુપુગૂહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]