અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણલાલ શ્રીધરાણી/શુક્ર: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> સંધ્યાની સોનેરી ભાત ઝાંખી થાતાં ઊગે રાત; ઊઘડ્યાં એ હૈયાનાં દ્વા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|શુક્ર|કૃષ્ણલાલ શ્રીધરાણી}} | |||
<poem> | <poem> | ||
સંધ્યાની સોનેરી ભાત | સંધ્યાની સોનેરી ભાત |
Revision as of 07:19, 10 July 2021
શુક્ર
કૃષ્ણલાલ શ્રીધરાણી
સંધ્યાની સોનેરી ભાત
ઝાંખી થાતાં ઊગે રાત;
ઊઘડ્યાં એ હૈયાનાં દ્વાર,
કવિતા શો થાતો ચમકાર.
ચળકે શુક્ર.
રાત્રિનો મોતીશગ થાળ,
હીરા મોતી ઝાકઝમાળ;
સુરસરિતાની રેતી ઘણી,
કોણ બધામાં પારસમણિ?
ઝળકે શુક્ર.
ઉષા તણી નથડીનું નંગ,
સ્નેહ સરીખડો તેનો રંગ.
મલકે શુક્ર.