ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મનજી ઋષિ-માણેકચંદ્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મનજી(ઋષિ)/માણેકચંદ્ર'''</span> [ઈ.૧૫૯૦માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન કવિ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વિનયકીર્તિના શિષ્ય. પાર્શ્વચંદ્રના શિષ્ય અને સુધર્મગચ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મધુરેશ્વર
|next =  
|next = મનમોહન
}}
}}

Latest revision as of 04:34, 6 September 2022


મનજી(ઋષિ)/માણેકચંદ્ર [ઈ.૧૫૯૦માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન કવિ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વિનયકીર્તિના શિષ્ય. પાર્શ્વચંદ્રના શિષ્ય અને સુધર્મગચ્છના સ્થાપક વિજયદેવસૂરિ તથા વિનયદેવસૂરિના ચરિત્રને વિષય બનાવી દુહા અને ચોપાઈમાં રચાયેલો ૨૪૩ કડીનો, ૪ પ્રકાશમાં વિભક્ત, દ્વારિકાના સંઘના તથા સામૈયાનાં સુંદર આલંકારિક વર્ણનવાળો ‘વિનયદેવસૂરિ-રાસ’ (ર.ઈ.૧૫૯૦/સં.૧૬૪૬, પોષ સુદ ૭, મંગળવાર/શુક્રવાર; મુ.) તથા ભાષામાં ક્યાંક ક્યાંક રાજસ્થાનીની છાંટવાળો, ગુરુમહિમાને વર્ણવતો ૧૩ કડીનો ‘પાર્શ્વચંદ્રસૂરિ-ભાસ’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩ (+સં.);  ૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૨-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧.[ગી.મુ.]