અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/એકલું: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> નભમાં ઊગે છે નવલખ તારલા, અગણિત સિંધુ-તરંગ, ડાળે ડાળે વનમાં ફૂલડા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|એકલું|પ્રહલાદ પારેખ}} | |||
<poem> | <poem> | ||
નભમાં ઊગે છે નવલખ તારલા, અગણિત સિંધુ-તરંગ, | નભમાં ઊગે છે નવલખ તારલા, અગણિત સિંધુ-તરંગ, |
Revision as of 09:08, 10 July 2021
એકલું
પ્રહલાદ પારેખ
નભમાં ઊગે છે નવલખ તારલા, અગણિત સિંધુ-તરંગ,
ડાળે ડાળે વનમાં ફૂલડાં, માળે ગાયે વિહંગ;
શાને રે લાગે તોયે એકલું!
સ્મૃતિ રે અંતર મારે લાખ છે, આશા કેરો ન પાર,
પડે રે હૈયું જ્યારે એકલું ત્યારે સંગ દેનાર :
તોયે રે લાગે આજે એકલું!
ઊભી રે ધરણી મારી પાસમાં, ઉપર આભ અપાર;
વાયુ રે નિત્યે વીંટી ર્હે મને, આખું વિશ્વ વિરાટ;
નાના રે હૈયાને લાગે એકલું!
કોઈ રે આવી કોઈ વહી ગયું મારે અંતરને દ્વાર;
કોઈ રે ગાઈ મૂંગું રહી ગયું, છાયો ઉરમાં સૂનકાર :
એવું રે લાગે આજે એકલું!
(બારી બહાર, પૃ. ૯૫)