ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુકુન્દ-૫: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુકુન્દ-૫'''</span> [જ.ઈ.૧૭૯૬-અવ.ઈ.૧૮૬૬] : સૌરાષ્ટ્રના ચાવંડના વતની. પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. પિતા નૃસિંહ. માતા જીવીમા. કૃષ્ણલીલાનાં, શિવસ્તુતિનાં તથા ભક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મુકુન્દ-૪ | ||
|next = | |next = મુકુન્દ-૬ | ||
}} | }} |
Latest revision as of 04:26, 8 September 2022
મુકુન્દ-૫ [જ.ઈ.૧૭૯૬-અવ.ઈ.૧૮૬૬] : સૌરાષ્ટ્રના ચાવંડના વતની. પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. પિતા નૃસિંહ. માતા જીવીમા. કૃષ્ણલીલાનાં, શિવસ્તુતિનાં તથા ભક્તિવૈરાગ્યબોધનાં ગુજરાતી અને વ્રજમાં ઘણાં પદો એમણે રચ્યાં છે, જેમાંના કેટલાંક મુદ્રિત છે. ‘બૃહત્કાવ્યદોહન : ૬’માં મુદ્રિત ‘રાધાવિનોદ’ એમની કૃતિ છે. એટલે ૨૮ કડીનો ‘કહાન-ગોપીસંવાદ’ અને ‘બાળલીલા’ પણ એમની કૃતિ હોવાની સંભાવના કરી શકાય. ‘બૃહત્કાવ્યદોહન : ૫’માં એમના નામે મુદ્રિત હિંદીમાં રચાયેલા ઓગણોતેર કાળના કુંડળિયામાં ‘મુકુંદાનંદ’ છાપ મળે છે. કૃતિ : ૧. *મુકુન્દ પદમાળા, -; ૨. અહિચ્છત્ર કાવ્યકલાપ, પ્ર. દયાશંકર મા. શુક્લ, ઈ.૧૯૧૪ (+સં.); ૩. પ્રાકાવિનોદ : ૧; ૪. પ્રાકાસુધા : ૧, ૨; ૫. બૃકાદોહન : ૫, ૬. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગૂજૂકહકીકત; ૩. ગુસારસ્વતો ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ.[ર.સો.]