ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીવિજ્ય-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લક્ષ્મીવિજ્ય-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં લાવણ્યવિજ્યના શિષ્ય. એમણે પોતાની ગુરુપરંપરાના તપગચ્છના જૈન સાધુ શ્ર...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = લક્ષ્મીવિજ્ય-૧
|next =  
|next = લક્ષ્મીવિજ્ય-૩
}}
}}

Latest revision as of 11:06, 10 September 2022


લક્ષ્મીવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં લાવણ્યવિજ્યના શિષ્ય. એમણે પોતાની ગુરુપરંપરાના તપગચ્છના જૈન સાધુ શ્રી વિજ્યપ્રભસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૫૪-૧૬૯૩)ની હયાતીમાં એમનો સંક્ષિપ્ત પરિચય કરાવતી ચોપાઈ છંદમાં ૮ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-સઝાય’ (મુ.)ની રચના કરી એટલે તેઓ ઈ.૧૭મી સદીના ઉત્તરાર્ધમાં હયાત હોવાનું કહી શકાય. આ ઉપરાંત એમણે કેટલાંક સ્તવનો રચ્યાં છે જેમાં ૫ અને ૭ કડીમાં બે ‘શાંતિજિન-સ્તવન’ (પહેલું મુ.), ૧૫ કડીનું ‘નેમિજિન-સ્તવન’, અનુક્રમે ૬ અને ૭ કડીનાં બે ‘(અંતરીક્ષ) પાર્શ્વનાથ-સ્તવન’ અને ૨૮/૩૧ કડીના ‘શાશ્વતા જિનવર-સ્તવન’નો સમાવેશ થાય છે. કૃતિ : ૧. ઐસમાળા : ૧; ૨. જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]