અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/આજ પૂનમની રૂપલા હેલી રે: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આજ પૂનમની રૂપલા હેલી રે {{space}}હું તો રમવાને નીસરી ઘેલી : {{space}}વ્હાલ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|આજ પૂનમની રૂપલા હેલી રે|નંદકુમાર પાઠક}} | |||
<poem> | <poem> | ||
આજ પૂનમની રૂપલા હેલી રે | આજ પૂનમની રૂપલા હેલી રે |
Revision as of 10:28, 10 July 2021
આજ પૂનમની રૂપલા હેલી રે
નંદકુમાર પાઠક
આજ પૂનમની રૂપલા હેલી રે
હું તો રમવાને નીસરી ઘેલી :
વ્હાલમજી, સરવરિયાં લ્હેરિયાં લે રે હો જી.
હું તો હસતી ને હેરે આ ધરતી પર ચાંદની,
હું તો બોલું ને મલકાયે આકાશે તારલી;
પેલી પૂનમને આંખભરી જુઓ શું?
આજ મેં તો પૂનમને પોપચામાં પૂરી :
વ્હાલમજી, લોચનિયાં લ્હેરિયાં લે રે હો જી.
મારી પાનીનો ઠમકો લૈ વાયુ આ નાચતો,
મારી ઘૂઘરનો ઘમકો લૈ વનવનમાં મહાલતો;
પેલી પૂનમનાં રૂપ જોઈ ડોલો શું!
આજ મેં તો પૂનમને પોપચામાં પૂરી :
વ્હાલમજી, લોચનિયાં લ્હેરિયાં લે રે હો જી.
એ તો આજે ખીલી ને કાલ સૂનાં રે આંગણાં.
ભમતાં આ રૂપનાં આ શાં મનામણાં.
એવી પૂનમને જોઈ ઝંખો શું!
લાખ લાખ પૂનમને પ્રીતિમાં પૂરી :
વ્હાલમજી, હૈયું આ લ્હેરિયાં લે રે હો જી.