અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/નાનકડી નારનો મેળો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> હાલો પરોડિયે ખોલ્યાં છે પોપચાં, {{space}}તેજના ટશિયા ફૂટે રે લોલ; ઘમ્...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|નાનકડી નારનો મેળો|વેણીભાઈ પુરોહિત}}
<poem>
<poem>
હાલો પરોડિયે ખોલ્યાં છે પોપચાં,
હાલો પરોડિયે ખોલ્યાં છે પોપચાં,

Revision as of 10:46, 10 July 2021


નાનકડી નારનો મેળો

વેણીભાઈ પુરોહિત

હાલો પરોડિયે ખોલ્યાં છે પોપચાં,
         તેજના ટશિયા ફૂટે રે લોલ;
ઘમ્મર વલોણે ગાજે ગોરસિયાં,
         ખીલેથી વાછડાં છૂટે રે લોલ.

હાલોને સહિયર! પાણીડાં જઈએ,
         વીરડે વાતું કરશું રે લોલ;
         વાટકે વાટકે ભરશું રે લોલ.
આખાબોલું તે અલી અલ્લડ જોબનિયું,
         હૈયે ફાગણિયો ફોરે રે લોલ :
ઘૂમટો તાણીને હાલો ઉતાવળી,
         ઘરડા બેઠા છે ગામચોરે રે લોલ – હાલોને સહિયર.

નેણનાં નેવાંને ઊટકે આંજણિયાં,
         હથેળી હેલને માંજે રે લોલ;
ચકચકતી ચૂની ને ચકચકતું બેડલું,
         એકબીજાને ગાંજે રે લોલ. —
         હાલોને સહિયર.
સાસુએ માગ્યાં ઊનાં પાણી ને
         સસરે દાતણ માગ્યું રે લોલ;
કાચી નીંદરને કાંઠેથી સપનું
         મુઠ્ઠી વાળીને ભાગ્યું રે લોલ. – હાલોને સહિયર.

હાલો પરોડિયે ખોલ્યાં છે પોપચાં
         તેજના ટશિયા ફૂટે રે લોલ;
મેળો જામ્યો છે અહીં નાનકડી નારનો,
         આપણી વાતું નો ખૂટે રે લોલ. – હાલોને સહિયર.