અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/હોળી મહિનાની વિજોગણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આગળ મોર્યા મોગરા ને પછવાડે ગલગોટ, સવળા વાતા વાયરા, એની અવળી વાગે...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|હોળી મહિનાની વિજોગણ|બાલમુકુન્દ દવે}}
<poem>
<poem>
આગળ મોર્યા મોગરા ને પછવાડે ગલગોટ,
આગળ મોર્યા મોગરા ને પછવાડે ગલગોટ,

Revision as of 11:35, 10 July 2021


હોળી મહિનાની વિજોગણ

બાલમુકુન્દ દવે

આગળ મોર્યા મોગરા ને પછવાડે ગલગોટ,
સવળા વાતા વાયરા, એની અવળી વાગે ચોટ!
         ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
         ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?

ખીલ્યાં કેસૂ ખાખરે, એની વગડે વગડે આગ,
ફૂલડે ફૂલડે ફરી વળે મારું મન જાણે મધમાખ!
         ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
         ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?

હોળી મહિનો હુલામણો, ઘેર નારી બાળે વેશ,
હું પૂછું નિર્દે નાવલા! તમે કેમ ગમે પરદેશ?
         ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
         ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?

રાતે વસમી ચાંદની ને દા’ડે વસમી લૂ!
વસમી વિરહની શારડી, મન વિચાર કરજે તું
         ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
         ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?