વસુધા/અંતરોનું અંતર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અંતરોનું અંતર|}} <poem> બે અંતરોની વચમાંહી અંતર નિર્વાહ્ય છે કેટલું?... તે દૂરનું દૂર, છતાં ય કેમ રે નજીકથી એ બનિયું નજીક છે? હું હાથ લંબાવી ધકેલું એનેઃ ‘ન આવ તું, આવ ન આમ દોડી, શાને ભ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 10: Line 10:
હું હાથ લંબાવી ધકેલું એનેઃ
હું હાથ લંબાવી ધકેલું એનેઃ
‘ન આવ તું, આવ ન આમ દોડી,
‘ન આવ તું, આવ ન આમ દોડી,
શાને ભુંડા તે અહીં દૃષ્ટિ જોડી?’
શાને ભુંડા તેં અહીં દૃષ્ટિ જોડી?’
અને બિચારું અટકી તહીં પડી,
અને બિચારું અટકી તહીં પડી,
આંસુવિહોણું પડતું તહીં રડી.
આંસુવિહોણું પડતું તહીં રડી.
Line 16: Line 16:
પાછું ફરે એ હરણું હણાયેલું, ૧૦
પાછું ફરે એ હરણું હણાયેલું, ૧૦
ને એહને રક્ત વિરક્ત પૃથ્વી
ને એહને રક્ત વિરક્ત પૃથ્વી
થતી લહી ના મન ર્હે કહ્યાગરું,
થતી લહી ના મન ર્‌હે કહ્યાગરું,
ભુજા પ્રલંબાવી પુકાર ફેંકેઃ
ભુજા પ્રલંબાવી પુકાર ફેંકેઃ


‘રે આવ પાછું. ગણિતી સમાજના
“રે આવ પાછું. ગણિતી સમાજના
છો માપ કાઢે તસુ ફૂટ વારનાં
છો માપ કાઢે તસુ ફૂટ વારનાં
બે અંતરોની વચ જેહ રાખવાં.
બે અંતરોની વચ જેહ રાખવાં.


‘રાખી તને જોજન અંતરે ખડી,
“રાખી તને જોજન અંતરે ખડી,
ટેકા લઈ દેઈ અનેક ખ્યાલના.
ટેકા લઈ દેઈ અનેક ખ્યાલના.
શું કામનું અંતર જે ન કોઈનાં
શું કામનું અંતર જે ન કોઈનાં
સાંધી શકે અંતર સાધવા સમાં? ૨૦
સાંધી શકે અંતર સાધવા સમાં? ૨૦


‘મારે નથી અંતર રાખવું જરી,
“મારે નથી અંતર રાખવું જરી,
હતાશ હૈયાની સુઝેલ આંખડી!
હતાશ હૈયાની સુઝેલ આંખડી!
લે તું હસી આંખ ઉઠાવી મોજથી.
લે તું હસી આંખ ઉઠાવી મોજથી.


‘તારાં દ્રવંતાં દૃગનીરથી જે
“તારાં દ્રવંતાં દૃગનીરથી જે
સ્વપ્ને અને જાગૃતિમાં સીંચાતું,
સ્વપ્ને અને જાગૃતિમાં સીંચાતું,
મહા દુરારાધ્ય, દુરૂહ દુર્ગ શું
મહા દુરારાધ્ય, દુરૂહ દુર્ગ શું
ઘસાતું આજે કણશેષ જે રહ્યું,
ઘસાતું આજે કણશેષ જે રહ્યું,
છેદાતું આજે તસુશેષ જે રહ્યું,
છેદાતું આજે તસુશેષ જે રહ્યું,
રહ્યું સહ્યું અંતર તે ય જા હરી.
રહ્યું સહ્યું અંતર તે ય જા હરી.
</poem>
</poem>



Latest revision as of 14:22, 24 May 2023

અંતરોનું અંતર

બે અંતરોની વચમાંહી અંતર
નિર્વાહ્ય છે કેટલું?...

તે દૂરનું દૂર, છતાં ય કેમ રે
નજીકથી એ બનિયું નજીક છે?
હું હાથ લંબાવી ધકેલું એનેઃ
‘ન આવ તું, આવ ન આમ દોડી,
શાને ભુંડા તેં અહીં દૃષ્ટિ જોડી?’
અને બિચારું અટકી તહીં પડી,
આંસુવિહોણું પડતું તહીં રડી.

પાછું ફરે એ હરણું હણાયેલું, ૧૦
ને એહને રક્ત વિરક્ત પૃથ્વી
થતી લહી ના મન ર્‌હે કહ્યાગરું,
ભુજા પ્રલંબાવી પુકાર ફેંકેઃ

“રે આવ પાછું. ગણિતી સમાજના
છો માપ કાઢે તસુ ફૂટ વારનાં
બે અંતરોની વચ જેહ રાખવાં.

“રાખી તને જોજન અંતરે ખડી,
ટેકા લઈ દેઈ અનેક ખ્યાલના.
શું કામનું અંતર જે ન કોઈનાં
સાંધી શકે અંતર સાધવા સમાં? ૨૦

“મારે નથી અંતર રાખવું જરી,
હતાશ હૈયાની સુઝેલ આંખડી!
લે તું હસી આંખ ઉઠાવી મોજથી.

“તારાં દ્રવંતાં દૃગનીરથી જે
સ્વપ્ને અને જાગૃતિમાં સીંચાતું,
મહા દુરારાધ્ય, દુરૂહ દુર્ગ શું
ઘસાતું આજે કણશેષ જે રહ્યું,
છેદાતું આજે તસુશેષ જે રહ્યું,
રહ્યું સહ્યું અંતર તે ય જા હરી.”