કાવ્યમંગલા/દશા ભાગ્યની: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દશા ભાગ્યની|}} <poem> <center>(પૃથ્વી)</center> તહીં અલગ હા, રહો જ, નજદીક ના આવશો, ચહું ન તમ સ્પર્શ, ના અધરપાન, એવો કશો નથી લખલખાટ, દર્શન ઘણું ય મારે અને અદર્શન થશે જ તો ય નહિ દુઃખ તેનું મને. ત...")
 
(પ્રૂફ)
 
Line 10: Line 10:
અદર્શન થશે જ તો ય નહિ દુઃખ તેનું મને.
અદર્શન થશે જ તો ય નહિ દુઃખ તેનું મને.


તમે  કુસુમકોમળાં, કમલનેત્ર, સ્ત્રષ્ટાતણી
તમે  કુસુમકોમળાં, કમલનેત્ર, સ્રષ્ટાતણી
રચેલ મધુમૂર્તિ શાં, નયન જ્યાં ઠરે આફુડાં,
રચેલ મધુમૂર્તિ શાં, નયન જ્યાં ઠરે આફુડાં,
પરાગભર પુષ્પ શાં જગ ભરો સુવાસે રુડાં,
પરાગભર પુષ્પ શાં જગ ભરો સુવાસે રુડાં,
Line 16: Line 16:


તમે પ્રિયતમા હરેક પ્રભુસૃષ્ટ સૌંદર્યના
તમે પ્રિયતમા હરેક પ્રભુસૃષ્ટ સૌંદર્યના
પ્રપૂજકતણી ઉપાસ્ય, સ્મરણીય, શિરમોર છો,
પ્રપૂજકતણી ઉપાસ્ય, સ્મરણીય, શિરમોર છો, ૧૦
શુચિત્વ  તમ દેહતાજપ-કુમાશ  પે  ઓરછો
શુચિત્વ  તમ દેહતાજપ-કુમાશ  પે  ઓરછો
પડે મલિનતા અને વિષયનો, મને સહ્ય ના.
પડે મલિનતા અને વિષયનો, મને સહ્ય ના.

Latest revision as of 02:49, 25 November 2023

દશા ભાગ્યની
(પૃથ્વી)


તહીં અલગ હા, રહો જ, નજદીક ના આવશો,
ચહું ન તમ સ્પર્શ, ના અધરપાન, એવો કશો
નથી લખલખાટ, દર્શન ઘણું ય મારે અને
અદર્શન થશે જ તો ય નહિ દુઃખ તેનું મને.

તમે કુસુમકોમળાં, કમલનેત્ર, સ્રષ્ટાતણી
રચેલ મધુમૂર્તિ શાં, નયન જ્યાં ઠરે આફુડાં,
પરાગભર પુષ્પ શાં જગ ભરો સુવાસે રુડાં,
હશો પ્રિયતમા વસ્યાં હૃદય કોઈને, કામિની !

તમે પ્રિયતમા હરેક પ્રભુસૃષ્ટ સૌંદર્યના
પ્રપૂજકતણી ઉપાસ્ય, સ્મરણીય, શિરમોર છો, ૧૦
શુચિત્વ તમ દેહતાજપ-કુમાશ પે ઓરછો
પડે મલિનતા અને વિષયનો, મને સહ્ય ના.

અખંડ ટકજો તમે સુરભિવંત સૌભાગિની,
અને અલગ હું ભમીશ સ્મરતો દશા ભાગ્યની.

(૨ માર્ચ, ૧૯૩૩)