અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રજારામ રાવળ/ઝાલાવાડી ધરતી: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આ ઝાલાવાડી ધરતી! આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ, ચો-ફરતી. અહીં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ઝાલાવાડી ધરતી|પ્રજારામ રાવળ}} | |||
<poem> | <poem> | ||
આ ઝાલાવાડી ધરતી! | આ ઝાલાવાડી ધરતી! |
Revision as of 11:50, 10 July 2021
ઝાલાવાડી ધરતી
પ્રજારામ રાવળ
આ ઝાલાવાડી ધરતી!
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ, ચો-ફરતી.
અહીં ફૂલ કેવળ આવળનાં :
અહીં નીર અધિકાં મૃગજળનાં :
પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી! — આ.
જોજનના જોજન લગ દેખો,
એક નહીં ડુંગરને પેખો :
વિરાટ જાણે ખુલ્લી હથેલી સમથળ, ક્ષિતિજે ઢળતી! — આ.
આ તે કોઈ જનમ-વેરાગણ!
કે, કો ઉગ્ર તપંતી જોગણ!
સંન્યાસિની તણા નિર્મળ શુભ વેશે ઉર મુજ ભરતી! — આ.
(પદ્મા, પૃ. ૧૮)