અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/મને થતું :: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ન રૂપ, નહિ રંગ, ઢંગ પણ શા અનાકર્ષક! નહીં નયન વીજની ચમક, ના છટા ચાલમા...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|મને થતું :|જયન્ત પાઠક}}
<poem>
<poem>
ન રૂપ, નહિ રંગ, ઢંગ પણ શા અનાકર્ષક!
ન રૂપ, નહિ રંગ, ઢંગ પણ શા અનાકર્ષક!

Revision as of 07:20, 12 July 2021

મને થતું :

જયન્ત પાઠક

ન રૂપ, નહિ રંગ, ઢંગ પણ શા અનાકર્ષક!
નહીં નયન વીજની ચમક, ના છટા ચાલમાં,
ગુલાબ નહીં ગાલમાં; નીરખી રોજ રોજે થતું :
કલા વિરૂપ સર્જને શીદ રહ્યો વિધિ વેડફી!

અને નીરખું રોજ મોહક સુરેખ નારીકૃતિ :
પડ્યે નયનવીજ જેની ઉરઅદ્રિ ચૂરેચૂરા
ઢળે થઈ, અને વિરૂપ જડ નારીનો હું પતિ
અતુષ્ટ, દઈ દોષ ભાગ્યબલને વહંતો ધુરા.

વહ્યા દિન, અને બની જનની એ શિશુ એકની
ઉમંગથી ઉછેરતી લઘુક પ્રાણના પિણ્ડને,
અને લઘુક પિણ્ડ — જીવનથી ઊભરાતું શિશુ
થતું ઘૂંટણભેર, છાતી મહીં આવી છુપાય ને
હસે નયન માતને નીરખી નેહની છાલક :

તને અગર ચાહવા બની શકાય જો બાલક!

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૪-૪૫)