અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/ચિતારો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> અજબ મિલાવટ કરી ચિતારે રંગપ્યાલીઓ ભરી! એક લસરકે ઊગી નીકળ્યાં {{space}...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ચિતારો|જયન્ત પાઠક}}
<poem>
<poem>
અજબ મિલાવટ કરી
અજબ મિલાવટ કરી

Revision as of 07:22, 12 July 2021

ચિતારો

જયન્ત પાઠક

અજબ મિલાવટ કરી
ચિતારે રંગપ્યાલીઓ ભરી!

એક લસરકે ઊગી નીકળ્યાં
         જંગલ જંગલ ઝાડ;
ટપકે ટપકે ફૂટી નીકળ્યા
         ધરતીપટથી પ્હાડ!
                  ઘટ્ટ નીલિમા નરી. — ચિતારે.

જરાક ખંખેરી પીંછી ત્યાં
         ફૂલને લાગી છાંટ;
ફૂંક મારતાં ફેલાયા શા
         સાગર સાત અફાટ!
                  જલરંગે જલપરી! — ચિતારે.

લૂછતાં વાદળપોતે ઊઘડ્યા
         ઇન્દ્રધનુના રંગ;
રંગરંગમાં લીલા નિજની
         નીરખે થઈને દંગ!
                  ચીતરે ફરી ફરી! — ચિતારે.