અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/ઘેર પાછો ફરું છું: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ચાલું છું તો પડતી પગલી ધૂળમાં ન્હાનલી શી, બોલું છું તો પડત પડઘા બ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ઘેર પાછો ફરું છું|જયન્ત પાઠક}} | |||
<poem> | <poem> | ||
ચાલું છું તો પડતી પગલી ધૂળમાં ન્હાનલી શી, | ચાલું છું તો પડતી પગલી ધૂળમાં ન્હાનલી શી, |
Revision as of 08:57, 12 July 2021
ઘેર પાછો ફરું છું
જયન્ત પાઠક
ચાલું છું તો પડતી પગલી ધૂળમાં ન્હાનલી શી,
બોલું છું તો પડત પડઘા બોલીના કાલી કાલી;
ચારે બાજુ નજર કરું છું : આંખમાં છાય લાલી
પ્હેલીવ્હેલી અચરજ તણી ઊઘડેલી ઉષાની!
લલ્કારું છું ગીત, ભીતરથી એક ઝીણી સિસોટી
વાગે, જાગે અલસ વનને છાંય સૂતી પરીઓ;
લંબાવું છું કર : લઘુક થૈ ચાટતા ભીની માટી
ચાલુ સડ્કે : દીસતી ધૂળમાં ઊપડેલી ખરીઓ!
આ તે કેવો અનુભવ! બધું બે જણાતું અહીં આ
ભોમે; જૂનું નવું અતીત ને આજનું એકસાથે!
થોડો જાણે સમય પથમાં ચાલી પાછો ફરે છે;
એકાવસ્થા થકી અવરમાં આવજાઓ કરે છે!
લાગે સાથે સમયની હુંયે આવજાઓ કરું છું :
ચાલું થોડે દૂર લગી, વળી ઘેર પાછો ફરું છું.
(બે અક્ષર આનન્દના, ૧૯૯૨, પૃ. ૩૮)