ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સંક્ષિપ્ત ગુજરાતી કાદંબરી કથાનક’ :: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘સંક્ષિપ્ત ગુજરાતી કાદંબરી કથાનક’'''</span> : અકબરના સમકાલીન ને ભાનુચંદ્રના શિષ્ય સિદ્ધિચંદ્રગણિની આ ગદ્યકૃતિ(મુ.) ગુજરાતીની વિશિષ્ટ રચના છે. બાણની સંસ્કૃત ‘કાદ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સહદેવ-૧ | ||
|next = | |next = સંગ્રામસિંહ-૧ | ||
}} | }} |
Latest revision as of 11:59, 21 September 2022
‘સંક્ષિપ્ત ગુજરાતી કાદંબરી કથાનક’ : અકબરના સમકાલીન ને ભાનુચંદ્રના શિષ્ય સિદ્ધિચંદ્રગણિની આ ગદ્યકૃતિ(મુ.) ગુજરાતીની વિશિષ્ટ રચના છે. બાણની સંસ્કૃત ‘કાદંબરી’ની મુખ્ય કથા શું છે એ સામાન્ય જન સમજી શકે એ હેતુથી એમણે આ સંક્ષેપ ગદ્યાનુવાદ કર્યો છે. એ રીતે એને ‘બાલકાદંબરી’ તરીકે ઓળખાવી શકાય. કૃતિ એની સરળ ને પ્રવાહી ભાષાથી તો ધ્યાન ખેંચે છે, પરંતુ તે સમયના ગુજરાતી ગદ્યને જાણવા માટે પણ મહત્ત્વની છે. [જ.ગા.]