અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ જોષી/રોજ રાતે –: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> રોજ રાતે જોઉં છું: ગામને પાદર ઊભેલાં આમલીનાં ઝુંડમાંથી કે અસ્થિ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|રોજ રાતે –|સુરેશ જોષી}}
<poem>
<poem>
રોજ રાતે જોઉં છું:
રોજ રાતે જોઉં છું:

Revision as of 07:34, 12 July 2021

રોજ રાતે –

સુરેશ જોષી

રોજ રાતે જોઉં છું:
ગામને પાદર ઊભેલાં આમલીનાં ઝુંડમાંથી
કે અસ્થિપિંજર લઈ ખડાં ખંડેરમાંથી
કે અષ્ટકોણી વાવના પાતાળમાંથી
કે દૂરના વનના ઘૂંટ્યા અન્ધારમાંથી
કે ચન્દ્રના લાંછનમહીંથી
કે પછી મારી જ છાયાની પછીતેથી
ચાલી આવે કો’ મૂંગી વણઝાર
ઉન્નિદ્ર આંખે હું ગણું, આવે ન એનો પાર!
ચ્હેરા ભૂંસેલા સર્વના, ના વાણીનો ઉચ્ચાર,
કેવળ કણસતા મૌનનો આછેતરો સિસકાર.
હીબકાં ભરતી હવાનો ધૂંધળો અણસાર,
છેક તળિયે જાય ખેંચી કોઈના નિ:શ્વાસનો રે ભાર!
રન્ધ્રરન્ધ્રે પ્રસરતો શો ધૂસર અત્યાચાર –
શું સૂર્ય પણ કાલે બિચારો રાંકડો લાચાર?