અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/ફોરમ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}ફૂલ તો એની {{space}}{{space}}ફોરમ ઢાળી રાજી. {{space}}વાયરો ક્યાં જઈ ગંધ વખા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ફોરમ| મકરન્દ દવે}} | |||
<poem> | <poem> | ||
{{space}}ફૂલ તો એની | {{space}}ફૂલ તો એની |
Revision as of 07:43, 12 July 2021
ફોરમ
મકરન્દ દવે
ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી.
વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઈ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
મૂગું મરતું લાજી : ફૂલ.
એક ખૂણે આ આયખું નાનું,
કેવું વીતી જાય મજાનું!
કોઈનું નહીં ફરિયાદી ને
કોઈનું નહીં કાજી : ફૂલ.
એનું નિજના રંગમાં રાતું.
ખુશ્બૂભર્યું એકલું ખાતું,
મસળી નાખે કોઈ તો સામે
મ્હેક દે તાજી તાજી!
ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી.
(સૂરજમુખી, પૃ. ૬૫)