અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/ગમતાંનો કરીએ ગુલાલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ {{space}}{{space}}{{space}}ને ગનતાંનો કરીએ ગુલા...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ગમતાંનો કરીએ ગુલાલ| મકરન્દ દવે}}
<poem>
<poem>
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ

Revision as of 07:44, 12 July 2021

ગમતાંનો કરીએ ગુલાલ

મકરન્દ દવે

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
                           ને ગનતાંનો કરીએ ગુલાલ.

         આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
         પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
         સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
         ખાડા-ખાબોચિયાને બાંધી બેસાય, આ તો
                           વરસે ગગનભરી વ્હાલ. —

         ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?
         સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી?
         આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
                           ને વેર્યે ફોરમનો ફાલ. —

         આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
         ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,
         આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?

માધવ વેચંતી વ્રજનારીની સંગ તારાં
                           રણકી ઊઠે કરતાલ! —
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
                           ને ગમતાંનો કરીએ ગુલાલ.

(સંજ્ઞા, ૧૯૬૪, પૃ. ૩૩)