સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાવજી પટેલ/ખેતર વચ્ચે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
રોમ પર એકાંત સરકે સીમનું. | રોમ પર એકાંત સરકે સીમનું. | ||
હું શું કરું? | હું શું કરું? | ||
ચોપાસ એની છોડ થઈ ઊગી ઊઠું, | ચોપાસ એની છોડ થઈ ઊગી ઊઠું, | ||
પંખી બનીને | પંખી બનીને | ||
Line 13: | Line 14: | ||
સૂકાં પડેલાં તૃણમાં રસ થઈ સરું? | સૂકાં પડેલાં તૃણમાં રસ થઈ સરું? | ||
રે શું કરું? | રે શું કરું? | ||
આંહીંથી ભાગી જઉં હું ક્યાંક, | આંહીંથી ભાગી જઉં હું ક્યાંક, | ||
પણ તે જાઉં ક્યાં? | પણ તે જાઉં ક્યાં? |
Latest revision as of 08:50, 28 September 2022
ખેતર વચ્ચે
તગતગ્યાં
બે દૂધભર્યાં ડૂંડાં લચેલાં સાવ પાસે!
રોમ પર એકાંત સરકે સીમનું.
હું શું કરું?
ચોપાસ એની છોડ થઈ ઊગી ઊઠું,
પંખી બનીને
આ લીલુંછમ લ્હેરતું આકાશ
પાંખોમાં ભરી ઊડું?
સૂકાં પડેલાં તૃણમાં રસ થઈ સરું?
રે શું કરું?
આંહીંથી ભાગી જઉં હું ક્યાંક,
પણ તે જાઉં ક્યાં?
મારા ભણી વાલોળનો વેલો સરી આવે!
વેલો નહીં — એ તો
પવન-તડકો અને માટી બધું ભેગું થઈને વેગથી —
[‘અંગત’ પુસ્તક : ૧૯૭૧]