અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/ઍકવેરિયમમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> તરે છ માછલી, ન જિંદગી સ્મરે છ પાછલી? અહીં પ્રકાશ, કિંતુ સૂર્યનો ન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ઍકવેરિયમમાં| નિરંજન ભગત}} | |||
<poem> | <poem> | ||
તરે છ માછલી, | તરે છ માછલી, |
Revision as of 09:00, 12 July 2021
ઍકવેરિયમમાં
નિરંજન ભગત
તરે છ માછલી,
ન જિંદગી સ્મરે છ પાછલી?
અહીં પ્રકાશ,
કિંતુ સૂર્યનો નહીં, નિયૉન-પાશ;
ને સમુદ્રનું જ જલ
પરંતુ અહીં તરંગનું ન બલ.
નેત્રરાંકડી છતાંય પુચ્છવાંકડી,
ન જાણતી કે સૃષ્ટિ સાંકડી
અહીં કઠોર, કાંકરેટ કાચની,
નઠોર, જૂઠ, સૃષ્ટિ આ ન સાચની.
વેંત વેંતમાં જ ગાઉ ગાઉ માપવા
અને ન ક્યાંય પ્હોંચવું,
સદાય વેગમાં જ પંથ કાપવા,
ન થોભવું, ન શોચવું.
મનુષ્ય (કાચ પાર હું સમાં ઘણાં અહીં ફરે
ન કોઈ જેમનાં પ્રદર્શનો ભરે!)
કને જ આ કલા ભણી,
અગમ્ય શી ગણી.
તરે છ માછલી,
ન જિંદગી સ્મરે છ પાછલી!
(છંદોલય, પૃ. ૨૦૫)