વસુધા/ધનયુગનો સ્થિતપ્રજ્ઞ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ધનયુગનો સ્થિતપ્રજ્ઞ|}} <poem> એ શેઠની મોટર હાંકનારો જહીં જહીં શેઠ જતા તહીં તહીં મહેલમાં મેહફિલમાં ચ બાગમાં, ઉજાણીઓ, ઉત્સવ, નાચગાનમાં સદા જતો; શેઠ જતા જ અંદરે ને એ સુણી રે’ સઘળું બ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 14: Line 14:
આકારનાં ડોલન દેખી એ રહે. ૧૦
આકારનાં ડોલન દેખી એ રહે. ૧૦


મહેલથી મોટર જેમ બહાર રે’,
મહેલથી મોટર જેમ બ્હાર રે’,
જતો રહી એમ બહાર સર્વ આ
જતો રહી એમ બહાર સર્વ આ
આનંદ–કલ્લોલ-ઉમંગ–હાસ્યથી.
આનંદ–કલ્લોલ-ઉમંગ–હાસ્યથી.
Line 25: Line 25:


કલ્લોલધામે કકળાટ થૈ રહ્યો,
કલ્લોલધામે કકળાટ થૈ રહ્યો,
મૃત્યુતરું ત્યાં પગલું પડી ગયું, ૨૦
મૃત્યુતણું ત્યાં પગલું પડી ગયું, ૨૦
કલ્લોલતું પંખિડું કે ઉડી ગયું.
કલ્લોલતું પંખિડું કો ઉડી ગયું.
જે આકૃતિઓ હસતી હતી અહીં
જે આકૃતિઓ હસતી હતી અહીં
રહી પછાડી શિર શોકદુઃખથી.
રહી પછાડી શિર શોકદુઃખથી.
Line 33: Line 33:
જેવો હતો મેહફિલટાંકણે ઉભો.
જેવો હતો મેહફિલટાંકણે ઉભો.
ત્યાં શોકની આ નદીઓ વહે છતાં
ત્યાં શોકની આ નદીઓ વહે છતાં
એને ન ભીંજે પગનો ય અંગુઠો.
એનો ન ભીંજે પગનો ય અંગુઠો.
</poem>
</poem>



Latest revision as of 02:32, 7 June 2023

ધનયુગનો સ્થિતપ્રજ્ઞ

એ શેઠની મોટર હાંકનારો
જહીં જહીં શેઠ જતા તહીં તહીં
મહેલમાં મેહફિલમાં ચ બાગમાં,
ઉજાણીઓ, ઉત્સવ, નાચગાનમાં
સદા જતો; શેઠ જતા જ અંદરે
ને એ સુણી રે’ સઘળું બહારથી–
મચેલ મોંઘા જલસાની લિજ્જતો–
રકાબીઓના રણકાર, હાસ્યથી
કલ્લોલતાં એ નરનારીઓના
આકારનાં ડોલન દેખી એ રહે. ૧૦

મહેલથી મોટર જેમ બ્હાર રે’,
જતો રહી એમ બહાર સર્વ આ
આનંદ–કલ્લોલ-ઉમંગ–હાસ્યથી.
પ્રમાદનાં પૂર ચઢે ઘણાં છતાં
એનો ન ભીંજે પગનો ય અંગુઠો.

કલ્લોલનાં ધામની પાસ એને
બહાર ઊભો નિરખું ફરી, અને
જોઉં વળી મોટરને ય ત્યાં પડી.

કલ્લોલધામે કકળાટ થૈ રહ્યો,
મૃત્યુતણું ત્યાં પગલું પડી ગયું, ૨૦
કલ્લોલતું પંખિડું કો ઉડી ગયું.
જે આકૃતિઓ હસતી હતી અહીં
રહી પછાડી શિર શોકદુઃખથી.

ને તે ઉભો શૉફર ત્યાં જ તેવો
જેવો હતો મેહફિલટાંકણે ઉભો.
ત્યાં શોકની આ નદીઓ વહે છતાં
એનો ન ભીંજે પગનો ય અંગુઠો.