વસુધા/ગુર્જરીના ગૃહકુંજે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગુર્જરીના ગૃહકુંજે|}} <poem> :::ગુર્જરીના ગૃહકુંજે :::અમારું જીવન ગુંજે ગુંજે. – ધ્રુવo આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલીભરી અહીં પહેલી, અહીં અમારાં યૌવન કેરી વાદળીઓ વરસેલી.-ગુo અહીં...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 13: | Line 13: | ||
અમે ભમ્યા અહીંનાં ખેતરમાં ડુંગરમાં કોતરમાં, | અમે ભમ્યા અહીંનાં ખેતરમાં ડુંગરમાં કોતરમાં, | ||
નદીઓમાં નાહ્યા, | નદીઓમાં નાહ્યા, આળોટ્યા કુદરત પાનેતરમાં. -ગુo | ||
અહીં અમારાં | અહીં અમારાં તનધન અર્પ્યાં, પૌરુષનિધિ સૌ ખર્ચ્યા. | ||
વિશ્વવાડીને સુફલિત કરવા નસનસથી રસ અર્ચ્યા. -ગુo | વિશ્વવાડીને સુફલિત કરવા નસનસથી રસ અર્ચ્યા. -ગુo | ||
Latest revision as of 02:10, 18 June 2023
ગુર્જરીના ગૃહકુંજે
ગુર્જરીના ગૃહકુંજે
અમારું જીવન ગુંજે ગુંજે. – ધ્રુવo
આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલીભરી અહીં પહેલી,
અહીં અમારાં યૌવન કેરી વાદળીઓ વરસેલી.-ગુo
અહીં શિયાળે તાપ્યા સગડી, કોકિલ સુણી વસંતે,
અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં ઝણઝણતા ઉરતંતે. -ગુo
અમે ભમ્યા અહીંનાં ખેતરમાં ડુંગરમાં કોતરમાં,
નદીઓમાં નાહ્યા, આળોટ્યા કુદરત પાનેતરમાં. -ગુo
અહીં અમારાં તનધન અર્પ્યાં, પૌરુષનિધિ સૌ ખર્ચ્યા.
વિશ્વવાડીને સુફલિત કરવા નસનસથી રસ અર્ચ્યા. -ગુo
અમે અહીં રોયા કલ્લોલ્યા, અહીં ઊઠ્યા પછડાયા,
જીવનજંગે જગત ભમ્યા પણ વિસરી નહિ ગૃહમાયા. -ગુo