18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મૃત્યુ|}} <poem> હાથ એ લંબાવશે તો શું થશે? ના કહ્યે ધમકાવશે તો શું થશે? બેય પગ ચોંટી ગયા છે ભોંયમાં, દ્વાર એ ખખડાવશે તો શું થશે? હું નહીં ખોલી શકું કોઈ રીતે, એને ઓછું આવશે, તો શું થશ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 32: | Line 32: | ||
|next = ??? ?????? ????? | |next = ??? ?????? ????? | ||
}} | }} | ||
====== | |||
<poem> | |||
આભ અનરાધાર, નક્કી, | |||
મેઘ ઠંડોગાર, નક્કી. | |||
શ્વાસની સરતી જમીને, | |||
સ્પર્શના સંચાર, નક્કી. | |||
કોઈનો ક્યારે ભરોસો? | |||
સર્વના વહેવાર નક્કી. | |||
આજ વરસે, કાલ વરસે, | |||
છે બધા અણસાર નક્કી. | |||
છોડ ખોટા તાયફાઓ, | |||
મોત છે ખૂંખાર, નક્કી. | |||
</poem> | |||
{{Right|૪-૫-૨૦૦૮}} | |||
======= | |||
<poem> | |||
કૈં ફસાદો, કૈંક ટંટા થૈ ગયા, | |||
એ બધાના આદી બંદા થૈ ગયા. | |||
તું નથી એવી પ્રતીતિ થૈ ગઈ, | |||
હાથ મારા ઠંડા ઠંડા થૈ ગયા. | |||
ખૂબ જાણીતા થયા આગંતુકો, | |||
મંદ વા’તા વાયુ ઝંઝા થૈ ગયા. | |||
મેં લુંછેલાં આંસું સાચકલાં હશે, | |||
હાથ જોને ગંગા ગંગા થૈ ગયા. | |||
</poem> | |||
{{Right|૫-૫-૨૦૦૮}} | |||
====== | |||
<poem> | |||
બારી ખોલી આભ ! નીચે આવને, | |||
સાંકડું બનતું જગત અટકાવને. | |||
સંઘરી શકશો સુગંધી ક્યાં સુધી? | |||
પુષ્પ સૌ નિર્બંધ બનતાં જાવને. | |||
હું તને શોધી વળ્યો મનમાં બધે, | |||
બહાર છે? તો પાછી ઘરમાં આવને. | |||
જો થયું અંધારું, દેખાતું નથી? | |||
એક દીવો લેખીને પેટાવને. | |||
જીવવાની લત ઘણી મોંઘી પડે, | |||
મૂર્ખ આ ઈર્શાદને સમજાવને. | |||
{{Right|૨૫-૭-૨૦૦૮}} | |||
</poem> | |||
===== | |||
<poem> | |||
દેહ વિશે રમમાણ છે, વ્હાલા, | |||
એ તો મારા પ્રાણ છે, વ્હાલા. | |||
સપનાં આવે, આંસુ લાવે, | |||
આંખોને ક્યાં જાણ છે, વ્હાલા? | |||
ભાષાને મર્યાદા કેવી? | |||
લક્ષ્મણની એ આણ છે, વ્હાલા. | |||
રાતે ઝાકળ છાપો મારે, | |||
કળીઓ કચ્ચરઘાણ છે, વ્હાલા. | |||
આ કાંઠે વરસોથી હું છું, | |||
સામે કાંઠે વહાણ છે, વ્હાલા. | |||
</poem> | |||
{{Right|૨૨-૬-૨૦૦૮}} | |||
===== | |||
<poem> | |||
હે નમાયા શ્વાસ! પૂછી લે તરત, | |||
જીવવાની શી શી રાખી છે શરત. | |||
દેહ જો ના હોત તારું થાત શું? | |||
જીવ, મારા જીવ, ક્યાં ફરતો ફરત? | |||
હુંય સમજું છું મરણ વિચ્છેદ છે, | |||
હુંય મારી બાદબાકી ના કરત. | |||
પાંચ જણને પૂછ કે ક્યાં હોય છે? | |||
સ્વર્ગ ના જડશે તો ક્યાં ફરશો પરત? | |||
સાંજના અંધારથી શું બ્હી ગયો? | |||
રાતનું આકાશ તારાથી ભરત. | |||
</poem> | |||
{{Right|૧-૭-૨૦૦૮}} |
edits